રોડીઝ ફેઇમ RANNVIJAY SINGHA બન્યો બીજી વખત પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ

રણવિજય સિંઘા બન્યો દીકરાનો પિતા

રણવિજય સિંઘાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક નાનકડાં બૂટની જોડીની સાથે લાલ સ્પોર્ટ્સ જર્સી મુકી છે. આ તસવીર શેર કરી તેણે લખ્યું છે, સતનામવાહેગુરુ #satnamwaheguru. આ પોસ્ટ શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એમટીવીનાં રિયાલિટી શો રોડિઝ (Roadies)થી ઘર ઘરમાં ફેમસ થયેલાં રણવિજય સિંઘા (Ranvijay Singha) હાલમાં સાતમા આસમાને છે. તે બીજી વખત પિતા બન્યો છે. રણવિજયની પત્ની પ્રિયંકા સિંઘા (Prianka Singha)એ દીકરા (Baby Boy)ને જન્મ આપ્યો છે. ઘરમાં કિલકારીઓ ગુંજવાથી આ કપલ ખુબજ ખુશ છે. ખુદ રણવિજયે સોશિયલ મીડિયા પર તેનાં ફરી પિતા બનવાની ખુશી જાહેર કરી છે.








    View this post on Instagram






    A post shared by Rannvijay (@rannvijaysingha)






    રણવિજય સિંઘાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક નાનકડાં બૂટની જોડીની સાથે લાલ સ્પોર્ટ્સ જર્સી મુકી છે. આ તસવીર શેર કરી તેણે લખ્યું છે, સતનામવાહેગુરુ #satnamwaheguru. આ પોસ્ટ શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે. આ તસવીર પર તેનાં ફેન્સની સાથે સાથે તેનાં મિત્રોએ પણ વધામણી આપી છે. ગૌહર ખાન, વરૂણ સૂદ, પ્રિન્સ નરુલા અને દિવ્યા અગ્રવાલે પણ તેને વધામણીઓ આપી છે.



    આપને જણાવી દઇએ કે, રણવિજયે પ્રિયંકા વોહરા સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતાં. રણવિજય અને પ્રિયંકા સિંઘા (Prianka Singha)નાં લગ્નને છ વર્ષ થઇ ગયા છે અને તેમને એક ચાર વર્ષની દીકરી કાયનાત છે. જેનો જન્મ 2017માં થયો હતો. આ કપલ ગત વર્ષથી લંડનમાં રહે છે. રણવિજય હાલમાં એક્ટ્રેસ સની લિોયનની સાથે ડેટિંગ રિયાલિટી શો એમટીવી સ્પ્લિટ્સવિલા 13 હોસ્ટ કરી રહ્યો છે.
    Published by:Margi Pandya
    First published: