વિકાસ ગુપ્તા પર રોડીઝ વિનરે લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું - 'તેણે મારા પ્રાઇવેટ પાર્ટનો PHOTO માંગ્યો હતો'

વિકાસ ગુપ્તા અને વિકાસ ખોકર

વિકાસ ખોકર (Vikas Khoker)એ વિકાસ ગુપ્તા (Vikas Gupta) અંગે ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા છે. વિકાસ ખોકર મુજબ, વિકાસ ગુપ્તા બિગ બોસ હાઉસમાં 'રોઇ રોઇને સિંપેથી લેવાનો પ્રાયસ કરી રહ્યાં છે. પણ તેણે જે કંઇપણ કર્યું તેની આ સજા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 11 (Bigg Boss 11) ફેઇમ વિકાસ ગુપ્તા (Vikas Gupta) હાલમાં ચેલેન્જર બિગ બોસ 14 તરીકે નજર આવી રહ્યો છે. વિકાસ ઘણી વખત કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. પછી તે શોમાં તેની સ્ટ્રેટજી હોય કે પછી તેની પાસ્ટ લાઇફ સાથે જોડાયેલી કોન્ટ્રોવર્સીઝ વિકાસ હમેશાંથી ચર્ચામાં રહે છે. હાલમાં જ એક વખત ફરી વિકાસ ગુપ્તા ચર્ચામાં રહ્યો અને આ વખતે રોડીઝ 9નાં વિનર વિકાસ ખોકર (Vikas Khoker) સંજીવની, કસોટી ઝિંદગી કે 2 અને એક થા રાજા એક થી રાની જેવાં ટીવી શોમાં નજર આવી ચુક્યો છે. વિકાસ ખોકરે વિકાસ ગુપ્તા પર ગંભીર આરોપ લગાવ્યો છે.

  વિકાસ ખોકરે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીતમાં વિકાસ ગુપ્તા પર ઘણાં આરોપ લગાવ્યાં છે અને ચોકાવનારા ખુલાસા કર્યા છે. વિકાસ ખોકર મુજબ, વિકાસ ગુપ્તા બિગ બોસ હાઉસમાં રડી રડીને સિંપથી લઇ રહ્યો છે. પણ તેણે જે કંઇપણ કર્યું તેની તેને સજા મળી રહી છે. વિકાસને તેનાં કર્યાની સજા મળી રહી છે. ભગવાન ઇંસાફ કરી રહ્યાં છે. વિકાસનાં આ કર્મને કારણે જ તે રડી રહ્યો છે. જ્યારે હું 2012માં રોડીઝનો વિનર બન્યો તો મને ઘણી ઓફર્સ મળી.

  વિકાસ ખોકરે વધુમાં કહ્યું, કે શોમાંથી બહાર આવ્યા બાદ મને કેટલાંક એવાં લોકો પણ મળ્યાં જેમણે કહ્યું કે, તું અમારી સાથે સેક્સુ્લ કોમ્પ્રોમાઇજ કરીશ તો અમે તેને ઘણી મોટી ઓફર આપી શકીએ છીએ તને સ્ટાર બનાવી દઇશું. આ લોકોમાં એક વિકાસ ગુપ્તા હતો. વિકાસે ઘણી ખોટી રીતે મને તેની સેક્સુઅલ ડિઝાયર્સ પૂર્ણ કરવાં અપ્રોચ કર્યો હતો. તે દિવસો મુંબઇનાં અંધેરી વેસ્ટમાં એક ચા શોપ હતી. જેનું નામ ચાય-કોફી હતું. તે શોપ અંગે કહેવામાં આવતું કે અહીં એકતા કપૂર આવે છે. અને જો અહીં એકતાની નજર તમારા પડી જાય તો તમારી જીંદગી બની જાય. તે સમયે મારી મુલાકાત વિકાસ ગુપ્તા સાથે થઇ. જ્યારે મારી તેની સાથે મુલાકાત થઇ ત્યારે પાર્થ સમથાન તેનાં ભાઇ સિદ્ધાર્થ ગુપ્તા અને બાલાજી ટેલીફિલ્મ્સનાં કેટલાંક ક્રિએટિવ્સ સાથે બેઠો હતો. મે તેમને જણાવ્યું કે, હું રોડીઝનો વિનર છું અને કામની શોધમાં છું. તેણે મારો મોબાઇલ નંબર લીધો. તે દિવસોમાં મને વિકાસનો ફોન આવ્યો. અને તેણે મને તેમનાં ઘરનો એડ્રેસ આપ્યો અને ઘરે આવવા જણાવ્યું.

  મે તેમને કહ્યું કે આપડે કોઇ કોફી શોપમાં મળીયે.. પણ તેમણે કહ્યું કે, ઘરે આવી જાઓ.. મારી બોડીમાં પેઇન છે તો તુ મને મસાજ પણ કરી આપજે. મને સમજાતું ન હતું કે હું સું કરું.. વિકાસે એક વખત મને બોલાવ્યો અને મારી કેટલીક ફોટો માંગી. જે બાદ તેણે મારી પાસે મારા પ્રાઇવેટ પાર્ટની ફોટો માંગી, જેનાં પર મને ઘણો ગુસ્સો આવ્યો હતો. પણ મને ડર લાગતો હતો કે, તે મને ક્યાંક બ્લોક ન કરાવી દે. વિકાસ મારી સાતે રિલેશનશિપમાં રહેવા ઇચ્છતો હતો.
  Published by:Margi Pandya
  First published: