Home /News /entertainment /

RJ દેવકી હતી કોરોના પોઝિટિવ, FB લાઇવ કરીને આપી માહિતી

RJ દેવકી હતી કોરોના પોઝિટિવ, FB લાઇવ કરીને આપી માહિતી

    અમદાવાદ: અમદાવાદની ફેમસ આરજે દેવકીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત રાતે ફેસબૂક લાઇવ કરીને તેણે આ અંગે માહિતી આપી હતી. દેવકીએ ફેસબૂક લાઇવમાં જણાવ્યું હતું કે, મને 15 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે તેનાં ઘરમાં જ હોમ કોરન્ટીન હતી. મારા એકદમ નજીકનાં પરિવારનાં સભ્ય હોસ્પિટલમાં હતાં. જેને કારણે અમારે સવાર બપોર સાંજ હોસ્પિટલમાં જવું પડતું હતું.

    હોસ્પિટલમાં ઘણાં બધા લોકો આવ-જા કરતાં હોય છે. તે સક્રંમિત હોઇપણ શકે અને ન પણ હોઇ શકે.. પણ જ્યારે તમારુ પોતાનું કોઇ પરિવારનું હોસ્પિટલમાં હોય ત્યારે તમારી પાસે કોઇ ચોઇસ નથી હોતી હોસ્પિટલમાં ગયા વગર. અમે પણ હોસ્પિટલ જતા હતાં. મને લાગે છે તેમાં જ મને ચેપ લાગ્યો હશે. તો હું કોરોના પોઝિટિવ હતી. 14 દિવસ આજે પૂર્ણ થઇ ગયા છે. હજુ મારામાં એટલી તાકાત નથી કે હું તમારી સાથે દરરોજ વાત કરી શકુ કે રેડિયો શો કરી શકું.


    Posted by Devaki on Sunday, July 12, 2020

    I was covid positive.

    I could fight it,

    I promise u can too

    But don’t take it lightly

    N make sure to protect others from you while u r unwell...

    Lots of love ❤️

    Posted by Devaki on Sunday, July 12, 2020


    મારા ડોક્ટર્સ સારા હતાં મારે આ સમયમાં 12 અલગ અલગ બોટલ્સ ચઢાવવી પડી હતી. જેને કારણે મારી તાકાત પાછી આવી. મારી વાત તમારી સાથે શેર કરવાનો એક જ ઉદ્દેશ છે કે હું તમને જણાવી શકુ કે હું ઘરે રહીને સાજી થઇ ગઇ છું. તમને પણ જો કંઇ થાય તો તમે ઘરે રહીને સાજા થઇ શકો છો. જેમ હું ઘરે રહીને સાજી થઇ છું.

    15 જૂનથી નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. મારું પેટ ખરાબ રહેતુ હતું. મને નોઝિયા રહેતો હતો. વોમિટિંગ સેન્શેશન રહેતુ હતું.. થાક લાગે છે આ જે તમારી સામે બેઠી છું એટલું પણ પહેલાં બેસી શકતી ન હતી.

    આ પણ વાંચો-અભિષેક અને અમિતાભ બચ્ચનની તબિયતને લઇને આવી મોટી ખબર

    આ સીવાય RJ દેવકી એ તેનાં ફેન્સ સાથે વાત કરીને પોતાનાં કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ છે બંને હાલમાં નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જે બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ઘરમાં જ કોરન્ટીન છે
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona Positive, Corona virus care, Facebook live

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन