Home /News /entertainment /

પિતા બન્યો RJ અનમોલ, એક્ટ્રેસ અમૃતા રાવે આપ્યો દીકરાને જન્મ

પિતા બન્યો RJ અનમોલ, એક્ટ્રેસ અમૃતા રાવે આપ્યો દીકરાને જન્મ

એક્ટ્રેસ અમ્રિતા રાવે દીકરાને જન્મ આપ્યો

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ (Amrita Rao) માતા બની ગઇ છે. તેણે દીકરાને જન્મ આપ્યો છે. બંનેનાં પ્રવક્તાએ સ્ટેટમેન્ટ જારી કરીને આ વાતની માહિતી આપી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, અમૃતા રાવ અને આરજે અનમોલ (RJ Anmol) રવિવારે સવારે જ માતા-પિતા બન્યા છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ (Amrita Rao) માતા બની ગઇ છે. તેણે દીકરાને જન્મ આપ્યો છે. બંનેનાં પ્રવક્તાએ સ્ટેટમેન્ટ જારી કરીને આ વાતની માહિતી આપી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, અમૃતા રાવ અને આરજે અનમોલ (RJ Anmol) રવિવારે સવારે જ માતા-પિતા બન્યા છે. મા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારુ છે. આ પહેલાં જ આપેલાં ઇન્ટરવ્યું દરમિયાન આમૃતાએ મધરહુડ પીરિયડ અંગે નર્વસ છે.

    આ પહેલાં તેની પ્રેગ્નેન્સી પીરિયડને એન્જોય કરવાં અંગે અમૃતાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.ગત દિવસોમાં પતિ આરજે અનમોલ અને પ્રેગ્નેન્ટ અમૃતા રાવની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. નવરાત્રિ સમયે અમૃતાએ તેની પ્રેગ્નેન્સી પીરિયડ અંગે વાત શેર કરી હત. તેણે જણાવ્યું હતું કે, તેને હાલમાં પ્રેગ્નેન્સીનો નવમો મહિનો ચાલે છે અને આ મહિનો એટલાં માટે ખાસ છે કારણ કે નવરાત્રિ આવી ગઇ છે. અમૃતાનો એક વીડિયો શેર કરી બેબી બમ્પ (Baby Bump) પણ ફ્લોન્ટ કર્યું હતું.




    અમૃતા રાવે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એખ વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાં અમૃતા રેડ કલરની સાડી પહેરેલી નજર આવી રહી છે. આ સાડીમાં અમૃતા રાવ ક્યૂટ બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી હતી. તો વીડિોયમાં અમૃતાનાં ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો દેખાય છે. આ સમયે અમૃતા ખુબજ સુંદર લાગતી હતી તેનાં આ વીડિયોમાં જોવા મળતું હતું કે તે તેની પ્રેગ્નેન્સી સમય ખુબજ સુંદર રીતે એન્જોય કરી રહી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Baby boy, Parents, અમૃતા રાય, પુત્ર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन