Home /News /entertainment /

Riteish Deshmukh Birthday: રાજકારણમાં ન ગયો અને અભિનય પસંદ કર્યો, પોતાના દમ પર થયો સફળ

Riteish Deshmukh Birthday: રાજકારણમાં ન ગયો અને અભિનય પસંદ કર્યો, પોતાના દમ પર થયો સફળ

રિતેશ દેશમુખ જન્મદિવસ

રિતેશ દેશમુખ (Riteish Deshmukh)નો જન્મ મુંબઈ (Mumbai)માં એક રાજકીય પરિવાર (Political Family)માં થયો. મુખ્યમંત્રીનો પુત્ર હોવાને કારણે લોકો ટ્રોલ કરતા હતા. બધાને લાગતું હતું કે રિતેશનું ફિલ્મી કરિયર લાંબુ નહીં ચાલે.

    મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) રિતેશ દેશમુખ (Riteish Deshmukh)નો જન્મ મુંબઈ (Mumbai)માં એક રાજકીય પરિવાર (Political Family)માં થયો હતો. તેમના પિતા ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી (Chief Minister) રહી ચૂક્યા છે. તેમ છતાં રીતેશે રાજકારણ છોડીને બોલિવૂડનો રસ્તો પસંદ કર્યો, જેમાં તે સફળ (Successful) પણ રહ્યો. રિતેશનો જન્મ 17 નવેમ્બર 1978ના રોજ થયો હતો. આ વર્ષે રિતેશ તેનો 43મો જન્મદિવસ (Riteish Deshmukh Birthday) ઉજવી રહ્યો છે. રિતેશના જન્મદિવસ પર આવો અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જણાવીએ...

    2000માં ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી

    રિતેશ દેશમુખે (Riteish Deshmukh) વર્ષ 2000માં ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રિતેશે ઘરના રાજકીય વાતાવરણથી દૂર ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. શરૂઆતના દિવસોમાં રિતેશને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. રિતેશ પોતાના દમ પર નામ કમાયો પરંતુ શરૂઆતના દિવસોમાં બધા તેને મુખ્યમંત્રીનો પુત્ર હોવાને કારણે ટ્રોલ કરતા હતા. બધાને લાગતું હતું કે રિતેશનું ફિલ્મી કરિયર લાંબુ નહીં ચાલે.

    રિતેશ દેશમુખને ઈન્ડસ્ટ્રીનો ફેમિલી મેન પણ કહેવામાં આવે છે

    જોકે, આ બધી બાબતોનો રિતેશે ક્યારેય કોઈ જવાબ આપ્યો નથી. તેણે પોતાના કામથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. રીતેશે ફિલ્મી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે, અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રિતેશ દેશમુખે પોતાની દમદાર એક્ટિંગના દમ પર ઘણા મોટા એવોર્ડ પણ જીત્યા છે. રિતેશને ઈન્ડસ્ટ્રીનો ફેમિલી મેન પણ કહેવામાં આવે છે.

    રિતેશ અને જેનેલિયાનો પ્રેમ કેવી રીતે શરૂ થયો?

    રિતેશ દેશમુખે (Riteish Deshmukh) લગભગ 18 વર્ષ પહેલા ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રિતેશની સાથે જેનેલિયા ડિસોઝા લીડ રોલમાં હતી. રિતેશ અને જેનેલિયાનો પ્રેમ આ ફિલ્મના સેટ પર જ ખીલ્યો હતો. બંનેએ લગભગ 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા. વર્ષ 2012માં રિતેશ અને જેનેલિયાના લગ્ન થયા હતા. હવે તેમને બે બાળકો રિયાન અને રાહિલ પણ છે.

    આ પણ વાંચોજાણો કોણ હતા 'અલ્લુરી સીતારામ રાજુ' અને 'કોમારામ ભીમ'? જેમના જીવન પર રાજામૌલીની ફિલ્મ RRR બની

    રિતેશ દેશમુખની મુખ્ય ફિલ્મોની વાત કરીએ તો, તેમાં તુઝે મેરી કસમ, મસ્તી, બર્દાશ્ત, ક્યા કૂલ હૈ હમ, બ્લફમાસ્ટર, માલામાલ વીકલી, કેશ, હે બેબી, ધમાલ, હાઉસફુલ, ડબલ ધમાલ, હાઉસફુલ 2, હમશકલ્સ, એક વિલન, હાઉસફુલ 3, બેન્જો, બેંક ચોર, ટોટલ ધમાલ અને મરજાવાનનો સમાવેશ થાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Ritesh deshmukh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन