‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના બધા એક્ટર્સ ઘણા પોપ્યુલર છે. તેમાંથી એક છે અભિનેત્રી પ્રિયા આહુજા (Priya Ahuja) જે પહેલા રિટા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પાત્ર શોમાં નથી. જો કે, પ્રિયા આહુજા હવે ભલે શોમાં જોવા ન મળતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

વીડિયો વાયરલ થયો
તાજેતરમાં રિટા રિપોર્ટર ફેમ પ્રિયા આહુજાનો એક વીડિયો વાયરલ થયો છે, જેને તેને જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમં એક્ટ્રેસ ઘણી હોટ લાગી રહી છે અને પોતાના ગ્લેમરસ દ્વારા પાણીમાં આગ લગાવી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયા મોનિકની પહેરીને સ્વિમિંગ પૂલમાં ઉતરી છે અને પોતાની બોલ્ડનેસથી ફેન્સને ઘાયલ કરી રહી છે. તેનો આ અંદાજ કાતિલ છે અને આ વીડિયો દ્વારા હવે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. આ વીડિયોમાં પ્રિયાએ બ્લૂ મોનોકિની પહેરી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રિયા મોનોકિની પહેરીને પોઝ આપી રહી છે. તો બીજી તરફ તેના ફેન્સને તેનો આ લુક ઘણો પસંદ આવી રહ્યો છે.
તારક મહેતા શોના ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા
પ્રિયા આહુજાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2011માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા અને આ બંને એક બાળકના માતા-પિતા પણ છે.
તાજેતરમાં પ્રિયા આહુજાએ પોતાના લગ્નનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પ્રિયાનો પતિ માલવ રાજદા તેની માંગ ભરતો જોવા મળ્યો હતો. ગયા વર્ષે 19 નવેમ્બરના રોજ પ્રિયા અને પતિ માલવ રાજદા સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નના 10 વર્ષ પૂરા થતાં આવું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈન્ડસ્ટ્રીનો ઘણો પોપ્યુલર કોમેડી શો છે, જે વર્ષ 2008માં શરૂ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર