ગુજરાતી અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન, કિડનીની બીમારીથી પીડાતા હતાં

News18 Gujarati
Updated: July 17, 2018, 9:56 AM IST
ગુજરાતી અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન, કિડનીની બીમારીથી પીડાતા હતાં
ફાઇલ તસવીર

  • Share this:
62 વર્ષની ગુજરાતી અભિનેત્રી રીટા ભાદુરીનું આજે સવારે મૃત્યું થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 કલાકે મુંબઇ ખાતે કરવામાં આવશે. મહત્વનું છે કે  તેઓ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં.

હાલ રીટા ભાદુરી ટીવી શો 'નિમકી મુખિયા'માં ઇમરતી દેવીની ભૂમિકા કરી રહ્યાં હતાં. તેમના મૃત્યુનાં સમાચારથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઇ ગયો છે. રીટા ટીવી ઇન્ડસ્ટ્રિની જાણીતી અભિનેત્રી હતી. રીટાના નિધનની જાણકારી સિનિયર એક્ટર શિશિર શર્માએ સોશિયલ મીડિયા પર આપી છે.

તેમણે લખ્યું છે કે, 'ઘણાં દુખની સાથે કહેવું પડે છે કે રીટા ભાદુરી આપણી વચ્ચે નથી રહ્યાં. આમારા માટે તે માતા તરીકે હતા. તેમની ઘણી યાદ આવશે ... '


મળતી માહિતી પ્રમાણે છેલ્લા દસ દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં. તેમને કિડનીમાં સમસ્યા હતી. જેના કારણે તેમને દર બીજા દિવસે ડાયાલિસીસ કરાવવું પડતું હતું. ખરાબ સ્વાસ્થ્ય હતું તો પણ તે પોતાની શૂટિંગ કરતાં હતાં. જ્યારે પણ તેમને સમય મળતો તે સેટ પર જ આરામ કરી લેતા હતાં. રીટાના કામ પ્રત્યેની લગન અને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નમિકી મુખિયાના શૂટિંગ શિડ્યુલ તે પ્રમાણે કરવામાં આવતાં હતાં.

રીટાએ આ અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'વૃદ્ધાવસ્થામાં બીમારી થવાના ડરથી શું કામ કરવાનું છોડી દેવાય. મને કામ કરવું અને વ્યસ્ત રહેવું પસંદ છે. મને મારા ખરાબ સ્વાસ્થ્ય અંગે વિચારવું નથી ગમતું. એટલે જ હું મારી જાતને વ્યસ્ત રાખું છું.'
First published: July 17, 2018, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading