Home /News /entertainment /રિષી કપૂર પણ બન્યા પ્રિયાના દિવાના, કરી મોટી ભવિષ્યવાણી

રિષી કપૂર પણ બન્યા પ્રિયાના દિવાના, કરી મોટી ભવિષ્યવાણી

    રિષી કપૂરની ફિલ્મ 'કર્જ'નું એક ગીત 'દર્દે દિલ દર્દે જીગર દિલમે જગાયા આપને' ફરીથી એમની પર ફીટ બેસે છે. ખબર છે તેનું કારણ? રિષી કપૂરે પ્રિયા પ્રકાશ માટે મોટી ભવિષ્યવાણી કરી છે અને સાથે તેની પ્રસંશા પણ કરી છે.

    રિષી કૂપૂરે નેશનલ ક્રશ ગર્લ બની ચુકેલી પ્રિયા પ્રકાશ માટે એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, 'હું આ છોકરી પ્રિયા વારિયરના સ્ટારડમ માટે એક ભવિષ્ચવાણી કરૂં છું. તેના એક્સપ્રેશન તો ઘણાં સારા છે, નકરાળી હોવાછતાં નિર્દોષ દેખાય છે.' આ ઉપરાંત હસતા હસત પુછી લીધું કે તમે મારા સમયે કેમ ન આવ્યાં? કેમ?


    11 ફેબ્રુઆરીની રાત અને 12 ફેબ્રુઆરીની સવારથી જ જાણે સોશિયલ મીડિયા પર તોફાન આવી ગયુ હોય તેમ પ્રિયા પ્રકાશનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો હતો. આ તોફાન દક્ષિણ ભારતથી ઉડીને આખા દેશમાં ફેલાઇ ગયુ હતું. જે વેલેન્ટાઈન વીકમાં આનો એક વીડિયો ઘણો જ વાઈરલ બન્યો હતો. લોકોએ તેને 'નેશનલ ક્રશ' જાહેર કરી દીધી હતી.
    " isDesktop="true" id="744312" >
    આ વીડિયો તેની આવનારી ફિલ્મ 'ઓરુ આધાર લવ'નો છે. પ્રિયા આ મલયાલમ ફિલ્મથી પોતાના ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું ટિઝર પણ વેલેન્ટાઈન વીકમાં જ રિલીઝ થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Rishi Kapoor, Twitter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन