પંચતત્વમાં વિલીન થયા ઋષિ કપૂર, પુત્ર રણબીર અને પત્ની નીતૂએ આપી અંતિમ વિદાય, જુઓ Latest PHOTOS

પંચતત્વમાં વિલીન થયા ઋષિ કપૂર, પુત્ર રણબીર અને પત્ની નીતૂએ આપી અંતિમ વિદાય, જુઓ Latest PHOTOS
રણવીર, નીતૂ અને આલિયા ભટ્ટ.

ઋષિ કપૂરના નિધનના સમાાર સામે આવતા જ તેમના પ્રશંસકોની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સેલેબ્સ પણ આઘાતમાં

 • Share this:
  મુંબઈ : ઋષિ કપૂરે (Rishi Kapoor)ગુરુવારે સવારે એટલે કે 30મી એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કરી દીધી છે. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈની કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહ (chandanwadi crematorium)માં કરવામાં આવ્યા છે.

  અભિનેતા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર માટે ચંદનવાડી સ્મશાન ઘાટ પર નીતૂ કપૂર, રણબીર કપૂર, રણધીર કપૂર, સૈફઅલી ખાન, કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ,રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રાજીવ કપૂરઅભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન હાજર રહ્યા હતા. પુત્રી રિદ્ધિમા કપૂર પિતાના અંતિમ દર્શન કરી શકી ન હતી.  ચંદનવાડી સ્મશાન ઘાટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેઈન કરવામાં આવી હતી. જેના કારણે મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યા છે.  આપહેલા ઋષિ કપૂરના અંતિમ દર્શન માટે કરિના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે તે એવાથી ઘણા ખુશ હતા કે તેમને પોતાના પ્રશંસકોથી આટલો પ્રેમ મળી રહ્યો છે. તમે બધા જાણો છો કે ઋષિની એ જ ઇચ્છા હતી કે તેને દરેક આંસુઓના બદલે એક મુસ્કાન સાથે વિદાય કરે.


  આ પણ વાંચો - Lockdown: દિલ્હીમાં ફસાઈ હતી ઋષિ કપૂરની દીકરી, ગૃહ મંત્રાલયે મુંબઈ જવાની આપી મંજૂરી

  પુત્રી રિદ્ધિમા કપૂરે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પિતા ઋષિ કપૂર માટે ઇમોશનલ મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે કે પાપા આઈ લવ યુ, હું હંમેશા તમને પ્રેમ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે, મારા મજબૂત યોદ્ધા, અમે તમને રોજ યાદ કરીશું.
  ઋષિ કપૂરના નિધનના સમાાર સામે આવતા જ તેમના પ્રશંસકોની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સેલેબ્સ પણ આઘાતમાં છે. અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી બોલિવૂડના સિતારાઓએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.


  અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેમના અજીજ મિત્ર ઋષિ કપૂરના નિધને તેમને તોડી નાખ્યા છે. જ્યારે અનેક લોકોને આ સમાચાર પર હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો.
  Published by:News18 Gujarati
  First published:April 30, 2020, 15:16 pm

  ટૉપ ન્યૂઝ