Home /News /entertainment /ઇરફાન ખાને ઋષિ કપૂર અંગે કહી હતી એક વાત, આજે સાંભળીને તમે પણ રડી પડશો

ઇરફાન ખાને ઋષિ કપૂર અંગે કહી હતી એક વાત, આજે સાંભળીને તમે પણ રડી પડશો

    મુંબઇ : ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સપ્તાહ બે દુખદ સમાચાર લઇને આવ્યું છે. બે જ દિવસમાં ઇન્ડસ્ટ્રીનાં બે દિગ્ગજ કલાકારોને આપણે ગુમાવી દીધા છે. 29 એપ્રિલનાં રોજ અભિનેતા ઇરફાન ખાનનું (Irrfan Khan) નિધન થયું. જ્યારે આજે 30 એપ્રિલનાં રોજ ઋષિ કપૂરનું (Rishi Kapoor) દુખદ અવસાન થયું છે. બંન્ને અભિનેતાનું કેન્સરનાં કારણે મોત નીપજ્યું છે.

    ઇરફાન ખાન અને ઋષિ કપૂરે સાથે નિખિલ અડવાણીની 'ડી ડે' ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ અંગે ઘણાં વર્ષો પહેલા ઇરફાને પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણી જ ઇમોશનલ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઋષિ કપૂરની સાથે કામ કરવું એક સપના જેવું છે.

    ઇરફાને ઋષિ કપૂર અંગે વાત કરતા જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ પુરૂં થયા બાદ ઋષિ કપૂરની આજુબાજુ બધા બેસી જતા અને તેમની વાતો સાંભળતા. ઋષિ કપૂરની સાથે ઘણી જ વાર્તાઓ હોય છે. તે સંભળાવીને બધાને ઘણી વાતો કરતા હતાં. ઋષિ કપૂર એક સાધારણ કલાકાર છે, તેમની સાથે કામ કરવાની ઘણી જ મઝા આવી. તેમની સાથે કામ કરવું એક સપના જેવું છે. તેમની સાથે હું કામ કરીશ એવું મેં ક્યારેય વિચાર્યું જ ન હતું.

    આ પણ વાંચો : ઋષિ કપૂરના નિધન પછી બોલિવૂડ શોકગ્રસ્ત, અમિતાભ બચ્ચને કહ્યું-હું તૂટી ગયો છું!

    નોંધનીય છે કે, બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેમના નિધનની જાણકારી અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આપી હતી. ઋષિ કપૂરની તબીયત અચાનક બગડતાં તેમને મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયૂ (ICU)માં રાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગઈકાલે જ જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું નિધન થયું હતું. બીજા દિવસે ઋષિ કપૂરનું નિધન થતાં બોલિવૂડે બે દિવસમાં બે સિતારા ગુમાવી દીધા છે.

    આ પણ જુઓ -
    First published: