Lockdown: દિલ્હીમાં ફસાઈ હતી ઋષિ કપૂરની દીકરી, ગૃહ મંત્રાલયે મુંબઈ જવાની આપી મંજૂરી

News18 Gujarati
Updated: April 30, 2020, 1:09 PM IST
Lockdown: દિલ્હીમાં ફસાઈ હતી ઋષિ કપૂરની દીકરી, ગૃહ મંત્રાલયે મુંબઈ જવાની આપી મંજૂરી
ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સહાની મુંબઈ પહોંચશે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે

ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સહાની મુંબઈ પહોંચશે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે

  • Share this:
નવી દિલ્હીઃ દિવંગત બોલીવૂડ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ના પરિજનોને માર્ગ મુસાફરી કરીને દિલ્હીથી મુંબઈ જવાની મંજૂરી ગૃહ મંત્રાલયે આપી દીધી છે. કપૂરના પરિજનો તરફથી ગુરુવાર સવારે મુંબંઈ જવાની મંજૂરી માંગવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ ઋષિ કપૂરના પરિજનોને દિલ્હી પોલીસ મદદ કરી રહી છે. કપૂરના પરિજનોએ ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માંગી હતી કે તેમને દિલ્હીથી મુંબઈ જવા દેવામાં આવે, તેમાં તેમની દીકરી પણ સામેલ છે.કપૂર પરિવારની ત્રીજી પેઢીનો જાણીતો ચહેરો ઋષિના પરિવારમાં પત્ની નીતૂ કપૂર, દીકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા કપૂર (riddhima kapoor sahani) છે. રણબીર અને નીતૂ હાલ મુંબઈમાં છે જોકે રિદ્ધિમા દિલ્હીમાં હતી. એવામાં તેમને ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માંગી હતી.

દીકરી રિદ્ધિમા કપૂર સાહની પોતાના પિતાના અંતિમ વાર દર્શન કરવા માંગે છે. તેથી તેઓએ પરિવારની સાથે દિલ્હીથી મુંબઈ જવાની મંજૂરી સરકાર પાસે માંગી હતી. રિદ્ધિમાએ સ્થાનિક અધિકારીઓને આ સંબંધમાં એક અરજી દાખલ કરી હતી.

મૂળે, દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે દિલ્હીની સરહદો હાલ સીલ છે. આ ઉપરાંત દિલ્હીના તમામ એરપોર્ટ કોઈ પણ પ્રકારના ફ્લાઇટની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે સરકારથી મંજૂરી મળતાં રિદ્ધિમા અને તેનો પરિવાર વિશેષ પ્લેન દ્વારા મુંબઈ સુધી પહોંચશે. તેના માટે જરૂરી મંજૂરી માટેની અરજી દિલ્હી અને મહારાષ્ટ્રના અધિકારીઓ સુધી મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો, ‘ઋષિ કપૂર છેલ્લા શ્વાસ સુધી હૉસ્પિટલના સ્ટાફને હસાવતા રહ્યા’, કપૂર પરિવારે આવી રીતે કર્યા યાદ

ઋષિ કપૂર ટેલેન્ટનું પાવરહાઉસ હતાઃ પીએમ નરેન્દ્ર મોદી
બીજી તરફ, ઋષિ કપૂરના નિધન પર વડાપ્રધાન નરેન્ર્ મોદી (PM Narendra Modi)એ શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, બહુઆયામી, પ્રિય અને જીવંત...આવા હતા ઋષિ કપૂરજી. તેઓ ટેલેન્ટના પાવરહાઉસ હતા. હું હંમેશા તેમની સાથે થયેલી વાતચીતને યાદ કરીશ, ખાસ કરીને હંમેશા સોશિયલ મીડિયા પર. તેઓ ફિલ્મો અને ભારતની પ્રગતિ અંગે ઉત્સાહી હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકોને મારી સંવેદના. ઓમ શાંતિ.


નોંધનીય છે કે ઋષિ કપૂર કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ઋષિ કપૂર ગયા વર્ષે જ ન્યૂયોર્કથી સારવાર કરાવીને પરત ફર્યા હતા.

આ પણ વાંચો, જ્યારે મોત સામે જંગ લડી રહેલા ઋષિ કપૂરે દીકરા રણબીરને કહી હતી દિલની વાત, પૂછ્યા હતા આ સવાલ
First published: April 30, 2020, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading