મુંબઈ પહોંચશે ઋષિ કપૂરની દીકરી, પોસ્ટમાં લખ્યું -'પાપા, પાછા આવો'

મુંબઈ પહોંચશે ઋષિ કપૂરની દીકરી, પોસ્ટમાં લખ્યું -'પાપા, પાછા આવો'
પિતા સાથે રિદ્ધિમા

લૉકડાઉનને પગલે દિલ્હીમાં ફસાયેલી રિદ્ધિમા કપૂર પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકી ન હતી, શુક્રવારે મુંબઈ પહોંચશે.

 • Share this:
  મુંબઈ : ગુરુવારે ફિલ્મ જગતના મહાન કલાકાર ઋષિ કપૂર (Rishi Kapoor Death)નું નિધન થઈ ગયું હતું. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે જ કરી દેવામાં આવ્યા હતા. ઋષિ કપૂર અચાનક ચાલ્યા જતાં કપૂર પરિવાર (Kapoor Family)માં સન્નાટો છવાઈ ગયા હતો. કપૂર ખાનદાનમાંથી વધુ એક દિગ્ગજ કલાકરને દુનિયાએ ગુમાવી દીધો છે. ગુરુવારે આશરે 25 લોકોની હાજરીમાં ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લૉકડાઉનને કારણે અભિનેતાના અંતિમ સંસ્કારમાં ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર (Riddhima Kapoor)પ હોંચી શકી ન હતી. રિદ્ધિમા લૉકડાઉન (Lockdown)ને પગલે દિલ્હીમાં ફસાયેલી છે.

  રિદ્ધિમાને દિલ્હી પોલીસે મુંબઈ જવા માટે પરવાનગી આપી દીધી હતી. જોકે, દિલ્હીથી મુંબઈ પહોંચવામાં વધારે સમય લાગે તેમ હોવાથી રિદ્ધિમા તેના પિતાના અંતિમ દર્શન કરી શકી ન હતી. તેણે વીડિયોથી જ પિતાના અંતિમ દર્શન અને અંતિમયાત્રા નિહાળી હતી. રિદ્ધિમાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે કે તેણી બહુ ઝડપથી મુંબઈ પહોંચી જશે.

  રિદ્ધિમાએ એક પોસ્ટમાં લખ્યું છે કે, "driving home ma. enroute mumbai." મુંબઈ જતી વખતે રિદ્ધિમાએ આખા રસ્તામાં પિતા ઋષિ કપૂરને યાદ કર્યા હતા. વારેવારે તેણી પોતાની પોસ્ટમાં લખી રહી હતી કે પાપા, હું તમને ખૂબ યાદ કરું છું. તમે પાછા આવી જાઓ.

  રિદ્ધિમા પોતાના પિતાથી ખૂબ નજીક હતી. પિતાને ગુમાવ્યાનું દુઃખ રિદ્ધિમાની પોસ્ટ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. પિતાનું નિધન થયું ત્યારે રિદ્ધિમા દિલ્હીમાં હતી. ઋષિ કપૂરના અંતિમ સંસ્કારની તસવીરો સામે આવી છે તેમાં ક્યારેક આલિયા તો ક્યારેક રીમા જૈન રિદ્ધિમાને પિતાના અંતિમ સંસ્કારની વિધિ ફોનથી બતાવી રહી છે.


  પિતાના નિધન પછી રિદ્ધિમાએ પોતાની અને ઋષિ કપૂરની તસવીર શેર કરતા લખ્યું હતું કે, "પાપા, હું હંમેશા તમને પ્રેમ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે મારા તાકાતવાર યોદ્ધા. હું તમને દરરોજ યાદ કરીશ. હું હંમેશા તમને ફેસ ટાઇમ કૉલ્સમાં મિશ કરીશ. આપણે ફરીથી પાછા મળીશું પાપા. આઈલવયૂ. આપકી મુશ્ક."
  Published by:News18 Gujarati
  First published:May 01, 2020, 14:08 pm