Home /News /entertainment /'કાશ્મીર ફાઈલ્સ' અને રાજામૌલીની 'RRR' પછી ઋષભ શેટ્ટીની 'કાંતારા'ને ઓસ્કરમાં બે નોમિનેશન મળ્યા
'કાશ્મીર ફાઈલ્સ' અને રાજામૌલીની 'RRR' પછી ઋષભ શેટ્ટીની 'કાંતારા'ને ઓસ્કરમાં બે નોમિનેશન મળ્યા
ઓસ્કારમાં રિષભ શેટ્ટીની 'કાંતારા' માટે બે નોમિનેશન
વર્ષ 2023ના ઓસ્કર નોમિનેશનમાં 2 કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મે ઓસ્કરની બે કેટેગરીમાં કન્ટેન્ટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે.
મુંબઈ. વર્ષ 2022ની સાઉથની હિટ ફિલ્મની વાત કરીએ તો ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કંતારા' હિટ સાબિત થઈ હતી. હવે મેકર્સ દ્વારા ફિલ્મ સાથે જોડાયેલી વધુ એક મોટી ખુશખબર શેર કરવામાં આવી છે. વર્ષ 2023ના ઓસ્કર નોમિનેશનમાં 2 કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મે ઓસ્કરની બે કેટેગરીમાં કન્ટેન્ટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે.
ફિલ્મ રિલીઝ થયાને સમય થઈ ગયો હોય પરંતુ તેની ચર્ચા હજુ થાય છે. ફિલ્મની ટીમ અને ભારતીય સિનેમા માટે આ એક સારા સમાચાર છે. રાજામૌલીની ફિલ્મ 'RRR' અને 'છેલો શો' બાદ હવે 'કંતારા'નું નામ પણ ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગયું છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં ઋષભ શેટ્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેણે ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.
We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the #Oscars#Kantara@hombalefilms#HombaleFilms
આ સારા સમાચાર હોમ્બલે ફિલ્મ્સ વતી ટ્વિટર દ્વારા શેર કરવામાં આવ્યા છે. 'કાંતારા' શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં ક્વોલિફાય થઈ છે. એટલે કે, હવે ઓસ્કરના સભ્યો મુખ્ય નોમિનેશન માટે વોટિંગ કરીને તેને આગળ લઈ જઈ શકશે. હમ્બલ ફિલ્મ્સે તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'અમને આ માહિતી શેર કરતા ખૂબ જ આનંદ થાય છે કે 'કાંતારા' ઓસ્કર નોમિનેશનની બે શ્રેણીમાં સ્થાન મેળવી ચુકી છે. આ ફિલ્મને સમર્થન આપનારા તમામ લોકોના અમે આભારી છીએ. હવે આ ફિલ્મ ઓસ્કરમાં ચમકશે તેની રાહ જોવાઈ રહી છે.
જણાવી દઈએ કે ઓસ્કરમાં 'કંતારા'ની દોડ મોડી શરૂ થઈ છે. પરંતુ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ઋષભ શેટ્ટીની ફિલ્મ ફાઈનલ નોમિનેશનમાં સ્થાન મેળવે છે કે કેમ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં 'કંતારા' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. વૈશ્વિક સ્તરે આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મે તાજેતરમાં સિનેમા હોલમાં તેના 100 દિવસ પણ પૂરા કર્યા છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઓસ્કરની જાહેરાત 12 માર્ચ, 2023ના રોજ કરવામાં આવશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર