Home /News /entertainment /Rishabh Pant Birthday: ઉર્વશી રૌતેલાએ કિસ આપી કહ્યું, હેપ્પી બર્થડે!

Rishabh Pant Birthday: ઉર્વશી રૌતેલાએ કિસ આપી કહ્યું, હેપ્પી બર્થડે!

ઉર્વશી તેની એક સોશિયલ મીડિયા પોસ્ટેને લીધે ફરી ટ્રેન્ડમાં આવી ગઇ છે.

Rishabh Pant Birthday: આજે ક્રિકેટર ઋષભ પંતનો બર્થડે છે અને ઉર્વશી તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને લીધે ફરી ટ્રેન્ડમાં આવી ગઇ છે.

    મુંબઇ: ફિલ્મ્સમાં કામ કરતી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયાને લીધે ચર્ચામાં રહેતી હોય છે. આજકાલ ઉર્વશી તેના ક્રિકેટ કનેક્શનને લઇને પણ ચર્ચામાં છે. ઉર્વશી કોઇ વિવાદમાં ફસાઇ રહી હોય એવું નથી, પરંતુ એવું લાગે છે કે તેને પોતાને જ વિવાદમાં સંપડાવવું પસંદ છે. ઉર્વશીની એક સોશિયલ મીડિયા પોસ્ટે તેને ફરી ટ્રેન્ડમાં લાવી દીધી છે. આજે ક્રિકેટર ઋષભ પંતનો બર્થડે છે અને ઉર્વશીએ નામ લીધા વગર ફ્લાઇંગ કિસ આપીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે.

    ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી કંઇ બોલ્યા વગર માત્ર મ્યૂઝિક પર સ્માઇલ આપતાં અને ડોલતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં છેલ્લે ઉર્વશી ફ્લાઇંગ કિસ આપતાં જોવા મળે છે. તેણે વીડિયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘Happy Birthday…’ હવે ઉર્વશીએ વીડિયોમાં ઋષભ પંતનું નામ લીધું નથી અને તેનો ઉલ્લેખ પણ કર્યો નથી. પરંતુ આ પોસ્ટને ફેન્સ સીધી જ ઋષભ પંત સાથે જોડી રહ્યા છે.



    આ પણ વાંચો: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ખરીદ્યું આલીશાન ઘર, કરોડોમાં છે કિંમત

    આજે 4 ઓક્ટોબરે ક્રિકેટર ઋષભ પંતનો જન્મદિવસ છે. ઉર્વશી અને ઋષભ પંતનો જૂનો ઇતિહાસ પણ રહ્યો છે. આવામાં લોકોએ ઉર્વશીની આ પોસ્ટને સીધી ઋષભ સાથે જોડી લીધી છે. તમને યાદ હશે કે, ઉર્વશી અને ઋષભ વચ્ચે સોશિયલ મીડિયા વોર પણ થયો હતો. ઉર્વશી રૌતેલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મિસ્ટર આરપીએ એક વખત તેને મળવા માટે 10 કલાક સુધી રાહ જોઇ હતી. આ ઇન્ટરવ્યૂ બાદ ઋષ પંતે ઉર્વશી પર નિશાન સાધતા ઇન્સ્ટા પોસ્ટ કરી હતી કે, તે નામ અને ખ્યાતિ માટે ઝૂઠુ બોલી રહી છે. ઋષભે આ પોસ્ટ સાથે હેશટેગ આપ્યું હતું- મારો પીછો છોડ બહેન.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Rishabh pant, Urvashi Rautela

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन