Home /News /entertainment /ઉર્વશીના ગળામાં ઋષભની ચેન? ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે વાયરલ થયો વીડિયો
ઉર્વશીના ગળામાં ઋષભની ચેન? ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે વાયરલ થયો વીડિયો
ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે વાયરલ થયો વીડિયો
India-Pakistan match : આજે એકતરફ ભારત-પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી. ત્યા બીજી તરફ ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતો. આ વીડિયોમાં ઉર્વશી રૌતેલાના ગળામાં સિલ્વાર કલરની એક ચેન પહેલી જોવા મળી હતી.આ વીડિયોમાં ઋષભ પંત વિશે જાણવા મળે છે.
India-Pakistan match : આત્યારે ઉર્વશી રૌતેલા ઘણા કારણોસર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેમાં સૌથી મોટું કારણ ઋષભ પંત છે. કારણ કે, ઋષભ ઓસ્ટ્રેલિયામાં મેચ રમવા માટે પહોચી ગયો હતો. ત્યારે તેની પાછળ પાછળ ઉર્વશી પણ ઓસ્ટ્રેલિયા પહોચી ગઈ હતી. ભારત-પાકની મેચ દરમિયાન ઉર્વશીનો એક વીડિયો બહાર આવ્યો છે, જેના કારણે ઉર્વશીનું નામ ઋષભ પાછળ જોડવામાં આવી રહ્યું છે.
લોકોનું ધ્યાન ઉર્વશીના ગળામાં પડેલી ચેન પર
આજે ઉર્વશી જે પણ કામ કરે છે, તેમાં તેનું નામ ઋષભ પાછળ જોડી દેવામાં આવે છે. હાલમાં જ ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. વીડિયો જોઈને લોકોનું ધ્યાન ઉર્વશીના ગળામાં પડેલી ચેન પર જાય છે. ઓફ-શોલ્ડર પર્પલ ડ્રેસ સાથે સિલ્વર અને ડાયમંડ ચેન પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
અહીં લોકોએ નોટીસ કર્યું છે કે, ઉર્વશીએ જે ચાંદીની ચેન પહેરી છે તેવી જ ચેન ઋષભ પંતના ગળામાં પણ જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે ઋષભ પંત ઘણી વખત સિલ્વર ચેઈનમાં જોવા મળતો હોય છે. બસ ત્યારે બીજુ શું હતું, વીડિયો પર યુઝર્સ કહેવા લાગ્યા કે ઉર્વશીએ ઋષભ પંતની ચેન પહેરી છે.આ સાથે ઘણા લોકો તો એવુ પણ માને છે કે,કદાચ ઋષભ પંતે જ તેને આ ચેન આપી હશે.
ઘણી વખત એવુ જાણવામાં આવ્યું છે કે, ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા 2018માં રિલેશનશિપમાં હતા. તેઓ બંને ઘણીવાર પાર્ટી અને રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળતા હોય છે. આ સાથે એવી પણ અફવાઓ ફેલાવામાં આવે છે કે તે સમયે બંને ડેટિંગ કરી રહ્યા છે. પણ હકીકત શુ છે, તે હજૂ કોઈ જાણતુ નથી. બસ અફવાઓ ચાલી રહી છે. ઋષભ પંત દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો હતો અને તેનણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જ્યારે ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તેણે આર.પીને મળવા માટે હોટલમાં 10 કલાક રાહ જોઈ હતી. હોટેલની લોબીમાં મિસ્ટર આરપી માટે કલાકો સુધી રાહ જોવી ઉર્વશીને ખૂબ જ ખરાબ લાગી હતી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર