એસ એસ રાજામૌલી (SS Rajamauli)ની આરઆરઆર (RRR) બાદ રિષભ શેટ્ટી (Rishabh Shetty)ની પીરિયડ એક્શન થ્રિલર ફિલ્મ કાંતારાને 2023ના એકેડમી એવોર્ડ (Kantara in Academy Awards 2023) માટે મોકલવામાં આવી છે, જેને ઓસ્કાર (Oscar Awards) તરીકે પણ ઓળખવામાં આવે છે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં હોમ્બલે પ્રોડક્શન્સ (Hombale Productions)ના સ્થાપક વિજય કિરાગંડુરે (Vijay Kiragandur) આ વાતની પુષ્ટિ કરતાં ઉમેર્યું હતું કે, તેઓ આ અંગે આશાવાદ રાખી રહ્યા છે.
રિષભ શેટ્ટી દ્વારા લેખિત અને દિગ્દર્શિત હિટ કન્નડ ફિલ્મ કાંતારાને 30 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થયા બાદ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિક્શનલ ગામમાં સેટ કાંતારા એક કમ્બાલા ચેમ્પિયનને અનુસરે છે, જે પાત્ર રિષભ દ્વારા ભજવવામાં આવ્યું છે, જે એક ફોરેસ્ટ રેન્જ ઓફિસર, મુરલી (કિશોર) સાથે વિવાદમાં સપડાય જાય છે.
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા વિજયે જણાવ્યું હતું કે, "અમે કાંતારા માટે ઓસ્કાર માટે અમારી એપ્લિકેશન સબમિટ કરી છે અને અંતિમ નોમિનેશન આવવાનું બાકી હોવાથી અમે પણ થોડું નર્વસ અનુભવી રહ્યા છીએ. એક સ્ટોરી તરીકે કાંતારા એટલા રૂટેડ છે કે, અમને આશા છે કે તે વિશ્વભરમાં પણ અવાજ શોધી શકે છે."
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, વિજયે એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે, કાંતારાને ફ્રેન્ચાઇઝીમાં ફેરવવાની તૈયારી છે. વિજયે પીટીઆઈને જણાવ્યું હતું કે, "રિષભ દૂર છે અને એકવાર તે પાછો આવી જાય પછી અમે ચર્ચા કરીશું કે અમે શું કરવા માંગીએ છીએ. - સિક્વલ અથવા પ્રિક્વલ. અમારી પાસે થોડા મહિનામાં કંઈક હશે. અમારી પાસે ચોક્કસપણે કાંતારા-2નું પ્લાનિંગ છે, પરંતુ કોઈ ટાઇમલાઇન નથી." રિષભે અગાઉ કહ્યું હતું કે, તે બ્લોકબસ્ટર મૂવીનું ફોલો-અપ કરવાનું પ્લાનિંગ કરે છે.
હોમ્બલે ફિલ્મ્સના પાર્ટનર ચાલુવે ગૌડાના જણાવ્યા અનુસાર, પ્રેક્ષકોએ આ ફિલ્મ સાથે કનેક્શન દર્શાવ્યું હતું કારણ કે તેમાં ભારતીય સમાજમાં પ્રચલિત ઊંડા મૂળવાળી વિધિઓ અને માન્યતાઓ દર્શાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "આ ધાર્મિક વિધિઓ આખી દુનિયામાં જુદી રીતે જોવા મળે છે. કાંતારામાં જે પણ હતું, તે જ વાર્તા દેશના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. આ રીતે લોકો કાંતારા સાથે જોડાયેલા હતા. લોકો તેનાથી સંકળાયેલા છે. અમે વિશાળ દર્શક સમૂહને સ્થાનિક વિષય બતાવવા માંગતા હતા".
આ ઉપરાંત અચ્યુથ કુમાર અને સપ્તમી ગૌડાની મુખ્ય ભૂમિકામાં આ ફિલ્મ કાંતારા તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમમાં પણ રજૂ થઇ હતી. દર્શકો ઉપરાંત રજનીકાંત અને કમલ હસન સહિત ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર