Home /News /entertainment /

RIP Dipesh Bhan: પ્રાર્થના સભામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી શુભાંગી અત્રે, સિરિયલના અન્ય કલાકારો ભાવુક થયા

RIP Dipesh Bhan: પ્રાર્થના સભામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી શુભાંગી અત્રે, સિરિયલના અન્ય કલાકારો ભાવુક થયા

દિપેશ ભાનની પ્રાર્થના સભામાં રડી પડી અંગુરી ભાભી.

દિપેશ ભાન (Deepesh Bhan)આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. ‘ભાભીજી ઘર પર હૈ’ની આખી ટીમ તેમના નિધનથી આઘાતમાં છે. શોના કલાકાર અને ટીમ દિવંગત દિપેશની યાદમાં સોમવારે પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. ઘણા કલાકાર આ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.

વધુ જુઓ ...
    દિપેશ ભાન (Deepesh Bhan)આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. ‘ભાભીજી ઘર પર હૈ’ની આખી ટીમ તેમના નિધનથી આઘાતમાં છે. શોના કલાકાર અને ટીમ દિવંગત દિપેશની યાદમાં સોમવારે પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. ઘણા કલાકાર આ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. પ્રાર્થના સભામાં દિપેશની એક તસવીર રાખવામાં આવી હતી, જેના પર હાર ચઢાવવામાં આવ્યો હતો અને ફોટોની આગળ ફૂલની પાંખડીઓ રાખવામાં આવી હતી. તેમની તસવીર પર હાર જોઈ શોમાં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનાર શુભાંગી અત્રે રડી પડી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



    વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રાર્થના સભામાં શુભાંગી અત્રે (Shubhangi Atre) જેવી દિપેશ ભાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી, ત્યારે તસવીર જોઈ તેની આંખોમાં આસુ આવી ગયા હતા. તે રડવા લાગી હતી. શોમાં તેનો ઓનસ્ક્રીન પતિ મનમોહન તિવારીની ભૂમિકા નિભાવનાર રોહિતાશ ગૌડ પણ ભાવુક થઈ ગયો હતો. અભિનેતા કિકૂ શારદા પણ સોમવારે મુંબઈમાં યોજાયેલ પ્રાર્થના સભામાં સામેલ થઈ હતી.








    View this post on Instagram






    A post shared by HT City (@htcity)






    શુભાંગીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર દિપેશ ભાનની તસવીર શેર કરી. તેણે તસવીર શેર કરતા “ઓમ શાંતિ” લખ્યું. દિપેશ ભાન ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાનની ભૂમિકા નિભાવવા માટે જાણીતા હતા. તેઓ શનિવારે સવારે ક્રિકેટ રમતા સમયે પડી ગયા હતા. હોસ્પિટલમાં ડૉક્ટર્સ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક 18 મહિનાનો બાળક છે.




    ઘણા ટીવી શોમાં કામ કર્યું છે

    દિપેશે ‘એફઆઈઆર’, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘મે આઈ કમ ઈન મેડમ’ જેવા શોમાં પણ કામ કર્યું હતું. તેઓ 41 વર્ષના હતા. ‘ભાભીજી ઘર પર હૈ’ના મેકર્સ બિનેફેરર કોહલીએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે તેઓ પોતાને ઓવરએક્સર્ટ કરવા માટે જાણીતા હતા.

    કેવી રીતે મોત થયું હતું?

    23 જુલાઈના રોજ દીપેશ ભાન સવારે પોતાના ફ્લેટની નીચે મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. તેણે એક આખી ઓવર બોલિંગ કરી હતી. દીપેશ કેપ લેવા નીચે નમ્યો ત્યારે એ પડી ગયો હતો. તેને તાત્કાલિક ભક્તિ વેદાંતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેના ઘરથી માત્ર પાંચ મિનિટના અંતરે આ હોસ્પિટલ આવેલી છે, પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. એક્ટર આસિફ શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દીપેશનું બ્રેન હેમરેજને કારણે મૃત્યુ થયું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Deepesh Bhan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन