Bday: રિદ્ધિમા કપૂરે 'બેબી બ્રધર' રણબીરને ખાસ અંદાજમાં જન્મ દિવસની પાઠવી શુભેચ્છા

News18 Gujarati
Updated: September 28, 2020, 12:12 PM IST
Bday: રિદ્ધિમા કપૂરે 'બેબી બ્રધર' રણબીરને ખાસ અંદાજમાં જન્મ દિવસની પાઠવી શુભેચ્છા
રણબીર કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર

રણબીર કપૂરનાં બર્થડેનાં સમય પર રિદ્ધિમા કપૂર (Riddhima Kapoor Birthday Wish For Ranbir Kapoor)એ એક ફોટો કોલાજ શેર કર્યો છે. જેમાં રણબીર કપૂરની બાળપણથી લઇ અત્યાર સુધીની બધી જ ફોટો નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં રોકસ્ટાર એટલે કે રણબીર કપૂર (Ranbir Kapoor)નો આજે 38મો જન્મ દિવસ છે. આ સમયે બધા જ તેને વધામણીઓ પાઠવી રહ્યાં છે. એવામાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Sahni)એ પણ તેને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેનાં ભાઇનાં જન્મ દિવસ પર રિદ્ધિમા કપૂરે એક ફોટો કોલાજ શેર કર્યુ છે. જેમાં રણબીર કપૂરની બાળપણથી લઇ અત્યાર સુધીની બધીજ તસવીરો નજર આવી રહી છે. ફોટોમાં રણબીર ઉપરાંત રિદ્ધિમા, નીતૂ કપૂર (Neetu Kapoor) અને દિવગંત એક્ટર રિશિ કપૂર (Rishi Kapoor) પણ નજર આવે છે.

ફોટો શેર કરતાં રિદ્ધિમાએ રણબીર કપૂર માટે લખ્યુ છે. 'જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ, ઓસમનેસ, તને હું ખુબ પ્રેમ કરુ છું મારા બેબી બ્રધર, 38 ખુબ શાનદાર વર્ષ' રિદ્ધિમાએ આ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ કોલાજ તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું છે, 'હેપી બર્થડે રન્સ'








View this post on Instagram





Happiest bday AWESOMENESS! Love you so much ❤️ #babybrother ❤️ #38andfab


A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on






આ ફોટો કોલાજમાં રણબીર કપૂરનાં પરિવાર ઉપરાંત આલિયા ભટ્ટ પણ નજર આવે છે. જેથી માલૂમ થાય છે કે, હવે આલિયા પણ કપૂર પરિવારનો હિસ્સો બની ગઇ છે. હાલમાં જ રિદ્ધિમા કપૂરે પણ તેનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે રણબીર અને આલિયાનો ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી હતી. જેમાં રણબીર અને આલિયાએ એક મ્યૂઝિક વીડિયો બનાવ્યો હતો. જેમાં બંને 'આપ જેસા કોઇ મેરી જીંદગી મે આયે' સોન્ગ પર ડાન્સ કરતી નજર આવે છે.
Published by: Margi Pandya
First published: September 28, 2020, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading