Home /News /entertainment /Richa Chadha weds Ali Fazal: લગ્ન પહેલા રિચા-ચઢ્ઢા-અલી ફઝલે નિવેદન જારી કર્યું, કપલે ફેન્સને ખાસ મેસેજ આપ્યો

Richa Chadha weds Ali Fazal: લગ્ન પહેલા રિચા-ચઢ્ઢા-અલી ફઝલે નિવેદન જારી કર્યું, કપલે ફેન્સને ખાસ મેસેજ આપ્યો

કપલે લગ્ન પહેલા એક નિવેદન જાહેર કર્યું

રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal)થોડા દિવસમાં લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કર્યા પછી એક્ટર્સ લગ્ન કરી રહી છે. સ્વભાવિક છે કે આ ક્ષણ અને સમય બંને માટે ખાસ છે. લગ્નની તામજામની વચ્ચે બંને પોતાના ફેન્સને યાદ કરવાનું નથી ભૂલ્યા

વધુ જુઓ ...
    રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal)થોડા દિવસમાં લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કર્યા પછી એક્ટર્સ લગ્ન કરી રહી છે. સ્વભાવિક છે કે આ ક્ષણ અને સમય બંને માટે ખાસ છે. લગ્નની તામજામની વચ્ચે બંને પોતાના ફેન્સને યાદ કરવાનું નથી ભૂલ્યા. ‘RiAli’ના કેપ્શનથી રિચા અને અલી બંનેએ લગ્ન પહેલા પોતાનો એક ઓડિયો રિલીઝ કરી ફેન્સને મેસેજ આપ્યો છે.

    અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્ન ક્યારના થઈ ગયા હોત પરંતુ કોરોના મહામારીના કારણે બંનેએ લગ્ન મોકૂફ રાખ્યા હતા. એટલું જ નહીં અલી અને રિચા લગ્ન પહેલા કોવિડ-19ના કારણે બંધ રહ્યા અને પછી પોતાના વર્ક કમિટમેન્ટ્સના કારણે બંધ રાખવા પડ્યા હતા.

    આ પણ વાંચોઃઅલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નમાં હોલિવૂડના આ સ્ટાર હાજરી આપશે, દિલ્હીમાં સાત ફેરા લેશે

    ‘RiAli’એ લગ્ન પહેલા આભાર માન્યો










    View this post on Instagram






    A post shared by ali fazal (@alifazal9)






    રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બંનેએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વોઈસ મેલ રેકોર્ડ શેર કર્યો છે. આ ઓડિયોમાં બંનેનો અવાજ સંભળાય છે. એક્ટર્સ જણાવે છે કે, બે વર્ષ પહેલા અમે અમારા સંબંધોને જાહેર કર્યા હતા, પરંતુ તેના પછી કોરોના મહામારી આવી ગઈ. આ દરમિયાન સમગ્ર દેશની જેમ અમે પણ પર્સનલ લૉસથી પસાર થઈ રહ્યા હતા અને હવે ફાઈનલી મિત્રો અને ફ્રેન્ડ્સની સાથે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે. બધાને પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છીએ. આ ઓડિયો મેસેજ શેર કરી કેપ્શનમાં ‘RiAli’ લખ્યું છે. તમે પણ સાંભળો તેમનો ઓડિયો મેસેજ-


    રિચા ચઢ્ઢાએ મહેંદી લગાવી




    રિચા ચઢ્ઢાએ પોતાની મહેંદી સેરેમનીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિચાની મહેંદીમાં અલી ફઝલનું નામ છે તો સાથે પોતાની પેટ બિલાડીની તસવીર પણ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन