રિયા ચક્રવર્તીએ ભાઈ શૌવિક સાથે સેલ્ફી શેર કરી, ભાઈ-બહેનની twinningને મળી આવી પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) માટે પાછલું વર્ષ ઘણી મુશ્કેલી ભર્યું રહ્યું

તાજેતરમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે પોતાના ભાઈ શૌવિક સાથે જોવા મળી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ પહેલી વખત છે જ્યારે રિયાએ પોતાના ભાઈ શૌવિક સાથે પોતાનો ફોટો શેર કર્યો છે.

 • Share this:
  મુંબઈ. બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) માટે પાછલું વર્ષ ઘણી મુશ્કેલી ભર્યું રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ રિયાને સતત ટ્રોલ કરવામાં આવી છે અને જેલ પણ જવું પડ્યું છે. પરંતુ એક મુશ્કેલીભર્યા વર્ષનો સામનો કર્યા બાદ હવે રિયા અને તેનો પરિવાર આ બધામાંથી બહાર નીકળી રહ્યો છે. લાંબા સમય સુધી સોશ્યલ મીડિયા પર બ્રેક લીધા બાદ રિયા છેલ્લા કેટલાંક મહિનાથી નિયમિતપણે સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે અને પોસ્ટના માધ્યમથી પોતાની જર્ની સુખાકારી તરફ જઈ રહી છે એવું બતાવવાનો પ્રયત્ન કરી રહી છે. થોડા સમય પહેલાં રિયાએ મેડિટેશન કરતો એક ફોટો પણ મૂક્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું- ‘બટરફ્લાય ઇફેક્ટ’.

  તાજેતરમાં રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે પોતાના ભાઈ શૌવિક સાથે જોવા મળી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ પહેલી વખત છે જ્યારે રિયાએ પોતાના ભાઈ શૌવિક સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બંને ભાઈ-બહેને સફેદ રંગમાં ટ્વિનિંગ કર્યું છે. આ ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ અને લાઈક્સ મળી રહી છે.


  રિયાએ એક ટેબલ પર બેસીને ફોટો ક્લિક કરી છે જ્યારે તેનો ભાઈ શૌવિક બેકગ્રાઉન્ડમાં પોઝ આપતો જોવા મળે છે. રિયાએ ફોટો શેર કરીને ઈમોજી સાથે કેપ્શન આપ્યું છે, ‘#resiliance.’

  આ પણ વાંચો: Squid Gameના કારણે Netflixને અરબોનો ફાયદો, 660 કરોડ રૂપિયાની રેકૉર્ડ તોડ કમાણી થશે

  રિયાની આ પોસ્ટ પર તેના મિત્રો તરફથી પ્રેમભરી કમેન્ટ આવી રહી છે. એક્ટ્રેસ શિબાની દાંડેકરે પણ રિયાના ફોટો પર કમેન્ટ કરી છે. શિબાનીએ લખ્યું છે કે, ‘માય ગોર્જિયસ ટૂ.’ તો વીજે અનુષા દાંડેકરે લખ્યું છે કે, ‘બેબીઝ’. આકાંક્ષા રંજન કપૂરે પણ ફોટો પર હાર્ટ ઈમોજી મૂકી છે. ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી શિબાની દાંડેકર અને અનુષા દાંડેકરથી બહુ નજીક છે. જ્યારે રિયાને ટ્રોલ કરવામાં આવી હતી ત્યારે પણ બંને બહેનો તેના સપોર્ટમાં આવી હતી અને સોશ્યલ મીડિયા રિયા તરફી પોસ્ટ મૂકી હતી.

  આ પણ વાંચો: Tabbar Web Series REVIEW: અભિનયનો માસ્ટર ક્લાસ છે ‘ટબ્બર’, કલાકારોનું કામ છે ઉમદા

  રિયાએ શિબાની સાથે ફોટો મૂકીને લખ્યું હતું કે, ‘મારી બાજુમાં જે મહિલા છે હું એ બનવા માગું છું. પ્રેમાળ, ઉદાર, બહાદુર અને પ્રામાણિક. હું તને બહુ પ્રેમ કરું છું.
  Published by:Nirali Dave
  First published: