રિયા ચક્રવર્તીએ શેર કરી તેની હસતી તસવીર, કેપ્શનમાં લખ્યું- 'વધો અને શાઇન કરો'

Instagram/rhea_chakraborty)

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ 29 જૂનની સવારે તેની એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ (Rhea Chakraborty Instagarm) પર શેર કરી છે. એક્ટ્રેસે નવી આશા સાથે આગળ વધવાની વાત કરી છે. સેલ્ફીમાં એક્ટ્રેસનો આત્મવિશ્વાસ નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ મંગળવારે એટલે કે 29 જૂનની સાવેર તેની એક સુંદર સેલ્ફી શેર કરી છે. આ તસવીર તેણે નવી શરૂઆતનાં રૂપમાં શેર કરી છે. એક્ટ્રેસે તેનાં ફેન્સને પ્રેરિત કરવા માટે તસવીર ની સાથે મેસેજ પણ લખ્યો છે. તેણે આ સેલ્ફી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં (Rhea Chakraborty Instagarm Story) પર શેર કરી છે. તેની સાથે એક પ્રેરણાદાયક સંદેશ પણ લખ્યો છે.

  આ પણ વાંચો- 'Taarak Mehta..' નાં NATTU KAKAએ જણાવી અતિંમ ઇચ્છા, આવી રીતે થવું છે દુનિયાથી વિદા

  ફોટોમાં જોઇ શકાય છે કે, રિયાએ ફ્લોરલ એમ્બ્રોડરીની સાથે કાળા રંગનું ટોપ પહેરેલું છે. એક્ટ્રેસે તેનાં લૂકને હૂપ ઇયરિંગ્સથી પૂર્ણ કર્યો છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'વધો અને શાઇન કરો.' જાહેર છે કે, તે એક નવી શરૂઆતનાં સંકેત આપી રહી છે. એક્ટ્રેસ ગત વર્ષે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ હતી.


  રિયાએ શેર કરેલી તસવીરમાં તેણે ઘણો ઓછો મેકઅપ કર્યો છે જેમાં તે ઘણી જ સુંદર દેખાઇ રહી છે. તે છેલ્લાં થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. નિયમિત રૂપથી ફેન્સ માટે પોસ્ટ શેર કરતી રહે છે.

  ફાધ્સ ડે પર રિયાએ તેનાં પિતા સાથે એક તસવીર શેર કરી હતી જેમાં તેણે એક સુંદર નોટ લખી હતી. અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'પાપાને હેપી ફાધર્સ ડે.'

  આ પણ વાંચો- ANUPAMAAનાં સેટ પર વહુરાણી મદાલસાને મળવાં પહોચ્યા મિથુન ચક્રવર્તી, જુઓ PHOTOS

  તો આ પહેલાં રિયાએ તેનાં ઇનસ્ટાગ્રામ પર સુશાતં સિંહ રાજપૂતની વરસી પર પણ એક ભાવૂક કરતી પોસ્ટ શેર કરી હતી. આ તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તે આજે પણ તેની આસપાસ હોય તેમ તેને લાગે છે. તે તેને ઉપરથી ગાઇડ કરે છે.


  આ ઉપરાંત થોડા દિવસ પહેલાં રિયાએ બ્રિટની સ્પીયર્સનું સમર્થન દર્શાવતી તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું. #FreeBriteny.
  Published by:Margi Pandya
  First published: