રિયા ચક્રવર્તીએ કહ્યું - હવે ફક્ત આ માટે જીવિત છું, નહીંતર સુસાઇડ કરી લીધી હોત!

રિયા ચક્રવર્તીએ કહ્યું - હવે ફક્ત આ માટે જીવિત છું, નહીંતર સુસાઇડ કરી લીધી હોત!
રિયા ચક્રવર્તીએ કહ્યું - હવે ફક્ત આ માટે જીવિત છું, નહીંતર સુસાઇડ કરી લીધી હોત!

રિયા ચક્રવર્તીએ કહ્યું - તે રોજ-રોજ મરી રહી છે. તેનું જીવન હવે ઘણું ખરાબ થઈ ગયું છે

 • Share this:
  મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput)મોત પછી જે વ્યક્તિની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે તે અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની બધી વાતો ખુલીને રાખી છે. રિયાએ જણાવ્યું કે તેની સાથે જે રીતનો વર્તાવ થઈ રહ્યો છે. જે રીતે તેને લઈને રોજ વાર્તા બનાવવામાં આવી રહી છે. સુશાંતના બદલે મારે જ સુસાઇડ કરી લેવું જોઈતું હતું.

  રિયાએ કહ્યું કે વર્તમાન સ્થિતિ એવી બની ગઈ છે રોજ-રોજ મરવા કરતા એ સારું રહેશે કે અમને કોઈ લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દે. રિયાના મતે તેની માતાની હાલાત ખરાબ થઈ ગઈ છે. એક- બે દિવસમાં તે હોસ્પિટલમાં દાખલ થવાના છે.  આ પણ વાંચો - IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડીની પત્ની છે અભિનેત્રી, સાઉથની ફિલ્મમાં મોટું છે નામ

  સુશાંત સિંહ રાજપૂતને લઈને રિયાએ કહ્યું કે હવે હું એ લોકોને વિનંતી કરું છું કે જસ્ટિસ ફોર સુશાંતની વાત કરવામાં આવી રહી છે. આજે તેની જરુર મને છે. હવે જસ્ટિસ ફોર રિયાની જરૂર છે. તેણે કહ્યું કે મને લાગે છે કે સુશાંત અહીં જ છે. તે મને જોઈ રહ્યો છે. ક્યાંકના ક્યાંક આ એક જ કારણ છે હું હજુ પણ જિવિત છું.

  રિયાએ કહ્યું હતું કે તે રોજ-રોજ મરી રહી છે. તેનું જીવન હવે ઘણું ખરાબ થઈ ગયું છે. તેની સામે કોઈ રસ્તો જોવા મળતો નથી. આવા સમયમાં પણ તે જીવિત છે કારણ કે તે જાણવા માંગે છે કે આખરે સુશાંતનું મોત કેવી રીતે થયું છે. તેણે કહ્યું હતું કે તે 8 તારીખે ઘરેથી નીકળી ગઈ હતી. આ પછી 8 થી 13 તારીખ સુધી મીતુ તેની સાથે હતી. તે જાણવા માંગે છે કે આ પાંચ દિવસ શું બન્યું છે. તે જાણવા માંગે છે કે દિશા સાલિયાનના મામલામાં શું થયું હતું. આખરે સુશાંતે આવું પગલું શા માટે ભરવું પડ્યું.
  Published by:Ashish Goyal
  First published:August 27, 2020, 23:57 pm

  ટૉપ ન્યૂઝ