Home /News /entertainment /

સુશાંત સિંહ રાજપૂતને આધ્યાત્મિક હીલરની પાસે લઇ ગઇ હતી રિયા ચક્રવર્તી, આ વ્યક્તિએ કર્યો ખુલાસો!

સુશાંત સિંહ રાજપૂતને આધ્યાત્મિક હીલરની પાસે લઇ ગઇ હતી રિયા ચક્રવર્તી, આ વ્યક્તિએ કર્યો ખુલાસો!

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અંગે એક આધ્યાત્મિક હીલર (Spiritual Healer)એ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ તેમનો અપ્રોચ કર્યો હતો.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં દરરોજ નવાં નવાં ચોકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આ મામલે જ્યાં એક તરફ મુંબઇ પોલીસ, પટના પોલીસ બાદ હવે ED અને CBIનાં હાથમાં તપાસની ડોર છે. ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) અને ન્યૂઝ ચેનલ્સ દ્વારા પણ આ કેસમાં ઘણાં અહમ ખુલાસા કરવામાં આવી રહ્યાં છે. હવે આવો જ એક ખુલાસામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), સુશાંતનાં ડિપ્રેશન (Depression)ને કારણે તેને આધ્યાત્મિક હીલરની પાસે લઇ ગઇ હતી. ન્યૂઝ ચેનલે સુશાંતને ટ્રીટમેન્ટ આપનારા આધ્યાત્મિક હીલર સાથે પણ વાત કરી હતી અને પોતે આ ખબરને કન્ફર્મ પણ કરી હતી.

    સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં દરરોજ મીડિયા રિપોર્ટ્સમાં નવી નવી વાતો સામે આવી રહી છે. તો સુશાંત અંગે ટાઇમ્સ નાઉની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એક આધ્યાત્મિક હીલરનો દાવો છે કે, રિયા ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતને તેની પાસે લઇને આવી હતી. આ હીલરનું નામ અને ઓળખ જાહેર કરવામાં આવી નથી. પણ તેની સાથે ફોન પર કરવામાં આવેલી વાત સંભળાવવામાં આવી છે.

    આ પણ વાંચો-બહેનો સાથે મસ્તી કરતો સુશાંતનો જુનો VIDEO VIRAL, ધોની અંગે કરતા હતા વાત

    રિપોર્ટ અનુસાર, આધ્યાત્મિક હિલરે કહ્યું કે, સુશાંત ડિપ્રેશનમાં હતો અને રિયા તેને લઇને આવી હતી. આધ્યાત્મિક હીલરે દાવો કર્યો હતો કે સુશાંતને તેમણે 90 ટકા જેટલો ઠીક કરી દીધો હતો.

    આ પણ વાંચો- રાધિકા આપ્ટેની Bold તસવીરો થઈ વાયરલ, જોઈ તમારા પણ ઉડી જશે હોશ

    રિપોર્ટ અનુસાર, આધ્યાત્મિક હીલરે એમ પણ જણાવ્યું કે, ગત વર્ષ નવેમ્બરમાં એક્ટરને તેઓ બે વખત મળ્યા હતાં. બાન્દ્રા પોલીસે તેમને સ્ટેટમેન્ટ રેકોર્ડ માટે પણ બોલાવ્યા હતાં પણ મારી ઊંમર અને મેડિકલ કંડિશનને કારણે હું પોલીસ સ્ટેશન જઇ શક્યો ન હતો.

    આ પણ વાંચો- 'સુશાંત દિશાનાં મોત અંગે કંઇ મોટો ખુલાસો કરવાનો હતો એટલે જ થઇ તેની હત્યા'

    આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનાં પરિવારે રિયા ચક્રવર્તી પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યા છે અને તેનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે જેથી હાલમાં રિયાની તપાસ ચાલી રહી છે. સુશાંતની એક્સ બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદી અને અખિલેશે ખુલાસો કર્યો હતો કે, રિયા, સુશાંતનાં ફાઇનાશિયલ ડિઝિશન પણ લેતી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Rhea Chakraborty

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन