Home /News /entertainment /રિયા ચક્રવર્તીને બર્થ એનિવર્સરી પર સુશાંત સિંહની યાદ આવી, થ્રોબેક તસવીર શેર કરી

રિયા ચક્રવર્તીને બર્થ એનિવર્સરી પર સુશાંત સિંહની યાદ આવી, થ્રોબેક તસવીર શેર કરી

રિયા ચક્રવર્તીને સુશાંતની યાદ આવી

શાંતની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ તેને યાદ કરતી થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.રિયા ચક્રવર્તીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કર્યો છે. રિયા ચક્રવર્તીની આ પોસ્ટમાં તેની અને સુશાંત સિંહ રાજપૂતની થ્રોબેક તસવીરો છે. રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય.

વધુ જુઓ ...
    મુંબઈ. 21 જાન્યુઆરી એટલે કે આજે હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી છે. અલબત્ત, સુશાંત આપણા બધાની વચ્ચે નથી રહ્યો, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ખૂબ મિસ કરે છે. બર્થ એનિવર્સરીના અવસર પર, દરેક લોકો દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવીને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન સુશાંતની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ તેને યાદ કરતી થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

    રિયાને સુશાંતની યાદ આવી


    સુશાંત સિંહ રાજપૂતની 37મી બર્થ એનિવર્સરી પર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કર્યો છે. રિયા ચક્રવર્તીની આ પોસ્ટમાં તેની અને સુશાંત સિંહ રાજપૂતની થ્રોબેક તસવીરો છે. રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય.

    આ પણ વાંચોઃ 'બબીતાજી'ના જેઠનું નિધન, અય્યરે કહ્યું- મારી પાસે શબ્દ નથી




    રિયા ચક્રવર્તીએ આ તસવીરોના કેપ્શનમાં Infinity Plus One લખ્યું છે. જો સ્પષ્ટ રીતે જોવામાં આવે તો, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવતા આ ક્યારેય ન જોયેલી તસવીરો શેર કરી છે. રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

    સુશાંત અને રિયાનું નામ ચર્ચાનો વિષય બન્યું


    ઈન્સ્ટાગ્રામ પર રિયા ચક્રવર્તીની આ લેટેસ્ટ પોસ્ટ પછી ફરી એકવાર રિયા અને સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ ચર્ચાનો વિષય બની ગયું છે. અગાઉ, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસને લઈને રિયા ચક્રવર્તીનું નામ ઘણું ચર્ચામાં હતું. સુશાંતના પરિવારે તેની આત્મહત્યા માટે રિયા ચક્રવર્તીને જવાબદાર ગણાવી હતી. જેના કારણે રિયાને જેલમાં પણ જવું પડ્યું હતું. જો કે, તે પછી પણ, રિયા ઘણા પ્રસંગોએ સુશાંત માટે તેના દિલમાં રહેલા પ્રેમને વ્યક્ત કરતી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Rhea Chakraborty, Social media

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन