RHEA CHAKRABORTY: રક્ષાબંધન પર શેર કરી સુંદર તસવીર, ભાઇ શૌવિકને ગળે લગાવતી આવી નજર
RHEA CHAKRABORTY: રક્ષાબંધન પર શેર કરી સુંદર તસવીર, ભાઇ શૌવિકને ગળે લગાવતી આવી નજર
Instagram @rhea_chakraborty
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ રક્ષાબંધન સમયે ભાઇ શૌવિક ચક્રવર્તી સાથેની એક પહેલાં ન જોયેલી તસવીર શેર કરી છે. અને તેને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી છે. આ તસવીરમાં ભાઇ-બહેનનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ રવિવારનાં રક્ષાબંધન સમયે તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી સાથેની એક પહેલાં ન જોયેલી તસવીર શેર કરી છે. આ તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં બંને ભાઇ-બહેન એકબીજાને ગળે મળતાં નજર આવે છે. આ તસવીરમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty Rakshabandhan) એક ટ્રેડિશનલ સફેદ કુર્તો પહેરેલો છે. જેની પર પીળા રંગનો દુપટ્ટો નાખ્યો છે. જ્યારે શૌવિકે કાળા રંગનો જભ્ભો પહેરેલો છે.
ગળે મળતા સમયે રિયાની આંખો બંધ છે. તો શૌવિકની પીઠ કેમેરા તરફ છે. રિયાએ આ તસવીરની કેપ્શમાં લખ્યું છે, 'હેપી રક્ષાબંધન'. શૌવિકને ગત સ્પટેમ્બર મહિનામાં રિયા ચક્રવર્તી (Rhea Chakrabroty Boyfriend)નાં બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput)મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ધરપકડ કરી હતી જેનાં ચાર દિવસ બાદ NCBએ રિયાની ધરપકડ કરી હતી.
રિયા આ ધરપકડ બાદ એક મહિના સુધી મુંબઇની ભાયખલા જેલમાં હતી. તો શૌવિકને ધરપકડનાં ત્રણ મહિના બાદ જામીન મળ્યાં હતાં. ગત મહિને રિયાનાં જન્મ દિવસે શૌવિક ચક્રવર્તીએ (Showik Chakraborty)એ બંનેનાં બાળપણની એક તસવીર શેર કરી હતી. જેનાં પર લખ્યું હતું કે, 'તમે મારી દુનીયા છો. સાચેમાં મારી પાસે આ સમજાવવા માટે શબ્દ નથી કે આપ મારા માટે શું મહત્વ ધરાવો છો. કારણ કે, કોઇ એક કેવી રીતે બધુ સમજી શકે છે?'
Instagram @rhea_chakraborty)
શૌવિકે વધુમાં લખ્યું છે, 'આપે મને શીખવ્યું છે કેવી રીતે હસવું, પ્રેમ કરવું... ખુશીઓ ફેલાવવી.. હું આપનાં જેવો બનવાની ઇચ્છા રાખુ છું. આપ તાકાત અને સાહસનું પ્રતીક છો. મારી પાસે હમશાં એક સપોર્ટ છે અને હું આપની રક્ષાનું વચન આપું છું. જન્મ દિવસ મુબરક હો મારા ચોકો... આપ ખુશી અને પ્રેમ સીવાય કંઇજ નથી ઇચ્છતા...
આપને જણાવી દઇએ કે, રિયા ઘણી વખત સોશિયલ મીડિયા પર તેનાં જીવન સાથે જોડાયેલી માહિતી શેર કરતે છે. હાલમાં તે તેની ફિલ્મ 'ચેહરે'નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની સાથે સ્ક્રિન શેર કરતી નજર આવશે. ફિ્લમને રુમી જાફરીએ ડિરેક્ટ કરી છે અને તે 27 ઓગસ્ટનાં સિનેમાઘરમાં રિલીઝ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર