Home /News /entertainment /રિયા ચક્રવર્તીનાં વકીલ સતીશ માનેશિંદેએ ફી અંગે તોડી ચુપ્પી, જણાવ્યું સત્ય
રિયા ચક્રવર્તીનાં વકીલ સતીશ માનેશિંદેએ ફી અંગે તોડી ચુપ્પી, જણાવ્યું સત્ય
સતીશ માનેશિંદે (Satish Maneshinde) તે જ વકીલ છે, જેને સલમાન ખાન (Salman Khan) અને સંજય દત્ત (Sanjay Dutt)નો કેસ લડ્યો હતો. કહેવાય છે કે, સતીશ માનેશિંદે કોર્ટની દરેક તારીખ માટે તગડી ફી વસુલે છે.
સતીશ માનેશિંદે (Satish Maneshinde) તે જ વકીલ છે, જેને સલમાન ખાન (Salman Khan) અને સંજય દત્ત (Sanjay Dutt)નો કેસ લડ્યો હતો. કહેવાય છે કે, સતીશ માનેશિંદે કોર્ટની દરેક તારીખ માટે તગડી ફી વસુલે છે.
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ની તપાસ ત્રણ મોટી એજન્સીઓ કરી રહી છે. સુશાંતનાં પિતા કેકે સિંહ દ્વારા કરવામાં આવેલી FIR બાદ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ મુંબઇનાં નામી વકીલોમાંથી એક સતીશ માનેશિંદે (Satish Maneshinde)ને તેનાં કેસ માટે પસંદ કર્યો છે.
સતીશ માનેશિંદે રિયાનો કેસ લડી રહ્યાં છે. તે આ કેસની સાથે તેની ફી અંગે પણ ચર્ચામાં છે. હાલમાં તેમણે તેમની ફી અંગે વાયરલ ખબરો અંગે ચુપ્પી તોટી ઝે.
સતીશ માનેશિંદે (Satish Maneshinde) તે જ વકીલ છે, જેને સલમાન ખાન (Salman Khan) અને સંજય દત્ત (Sanjay Dutt)નો કેસ લડ્યો હતો. કહેવાય છે કે, સતીશ માનેશિંદે કોર્ટની દરેક તારીખ માટે તગડી ફી વસુલે છે. એવામાં સોશિયલ મીડિયા પર સવાલ ઉઠે છે કે, આખરે રિયા આ ફી કેવી રીતે ચુક્વી રહી છે. હાલમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સતીશ માનેશિંદેએ આ વિશે વાત કરી છે.
સતીશ માનેશિંદે તેની ફી અંગે ઉડી રહેલી અફવાઓને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે, ' ગત થોડા સમયથી મીડિયા અને સોશિયલ મીડિયા પર મને અને મારા ક્લાયન્ટને ફી અંગે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જે ખોટું છે. કેટલાંક લોકો એમ કહી રહ્યાં છે કે, હું આ કેસ મફતમાં લડી રહ્યો છું. આ વાત પણ સત્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ફી નો મામલો મારો અને મારા ક્લાયન્ટનાં વચ્ચેની વાત છે. જે રીતે મને સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, હું તે તમામ મીડિયા હાઉસને ફક્ત એટલું જ કહેવાં માંગીશ કે આપ બસ ખુશ રહો.'
સતીશ માનેશિંદે એક પ્રખ્યાત ક્રિમિનલ લોયર છે. સલમાન ખાન અને સંજય દત્તનો કેસ જીત્યા બાદ રિયા ચક્રવર્તીએ કેસ જીતવા માટે સતીશ માનશિંદેને હાયર કર્યો છે. આપને જણાવી દઇએ કે, રિયા પર તેમની ફી અંગે ઘણાં સવાલ ઉઠી રહ્યાં છે કારણ કે રિયાએ બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી છે પણ તેની કોઇપણ ફિલ્મ હિટ સાબિત થઇ નથી. તેથી તે સતીશ માનેશિંદે જેવાં મોંધા ક્રિમિનલ લોયરની ફી કેવી રીતે ભરી શકે તેવાં પ્રશ્નો ઉઠી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર