મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) સાથે જોડાયેલાં ડ્રગ્સ મામલે (Drugs Case)માં ધરપકડ કરવામાં આવી છે. એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની અટકાયતને કોર્ટો 6 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. હવે 6 ઓક્ટોબર સુધી તેને જેલમાં જ રહેવું પડશે. આપને જણાવી દઇએ કે, રિયાની પૂછપરછ બાદ તપાસ એજન્સી NCBએ ડ્રગ્સ મામલે ધરપકડ કરી લીધી છે. તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી અને કેટલાંક ડ્રગ્સ તસકરોની ધરપકડ કરી લીધી છે. રિયા ચક્રવર્તી અને શૌવિકની ન્યાયિક હિરાસત આજે પૂર્ણ થતી હતી. જે હવે વધી ગઇ છે.
રિયા અને શૌવિકે બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી આપી છે રિયા અને શૌવિકની જામીન અરજી પર હાઇકોર્ટમાં 23 સપ્ટેમ્બરનાં સુનાવણી થશે. આ જાણકારી તેનાં વકિલ સતીશ માનશિંદેએ આપી છે. આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી ડ્રગ્સ મામલાની તપાસ NCB કરી રહી છે. NCBએ અત્યાર સુધીમાં કેસમાં એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરી લીધી છે. જેમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી પણ શામેલ છે.
આ વચ્ચે તપાસ એજન્સીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, NCB માદક પદાર્થ સાથે જોડાયેલી તપાસ સંબંધિત એક્ટ્રેસ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાનર સિમોન ખંભાટાની પૂછપરછ માટે બોલાવી શકે છે.
આ પણ વાંચો- Drugs Case: સારા અને શ્રદ્ધાને સમન બજાવશે NCB, દીપિકાની થઇ શકે પૂછપરછ- સૂત્ર
આપને જણાવી દઇએ કે, ગત અઠવાડિયે રકુલ પ્રીત સિંહે દિલ્હી ઉચ્ચ ન્યાયલયનો દરવાજો ખખડાવ્યો હતો રિયાએ ડ્રગ્સ કેસમાં તેનું નામ મીડીયામાં આવવા પર રોક લગાવવાની માંગ કરી છે. તેણે કહ્યું કે, મીડિયાને સૂચના લિક કરવાં પર તપાસની જરૂર છે. કારણ કે આ પ્રકારની ખબરો રેપ્યુટેશન ખરાબ કરી શકે છે. હાઇકોર્ટે ગુરવારનાં તેની અરજી પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો.
Published by:Margi Pandya
First published:September 22, 2020, 15:45 pm