રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) લાંબા સમય બાદ કેમેરાનો સામનો કરવાં તૈયાર છે. રૂમી જાફરી (Rumy Jaffrey)એ કહ્યું કે, તેની સાથે ગત એક વર્ષમાં જે કંઇ પણ થયું તેને તે સ્વીકારી ચૂકી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક વર્ષથી વધુનો સમય સુધી આઘાતમાં રહ્યાં બાદ, રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ફિલ્મોમાં પરત આવવાની તૈયારી કરી લીધી છે. તે ફિલ્મ નિર્માતા રુમી જાફરી (Rumy Jaffrey)ની સસ્પેન્સ થ્રિલર 'ચેહરે' (Chehre)નો એક ભાગ છે. આ ફિલ્મથી તે બિગ સ્ક્રિન પર પરત ફરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂમી જાફરી ગત અઠવાડિયે તેની દીકરીનાં પ્રી-વેડિંગ ઉત્સવમાં રિયાને મળ્યો હતો.
રૂમીએ એક વાતચીતમાં કહ્યું કે, 'તેને હવે હાંશકારો છે. તેની સાથે જે કંઇ પણ થયુ, તેણે તેને સ્વીકારી લીધુ છે. હવે તે વધુ વિચારવાં લાગી છે. અને શાંત છે. તે ફરી કામ કરવાં માટે તૈયાર છે.' સમસ્યા એ છે કે, જે લોકોએ રિયાની વાપસી પર તેને ફિલ્મોમાં કામ આપવાની વાત કરી હતી તે લોકો ખબર નહીં ક્યાં જતાં રહ્યાં છે. એક નિર્માતાએ તો સોશિયલ મીડિયા પર તેની સાથે કામ કરવાંની વાત કરી હતી. હવે લાગે છે કે તે પાછળ હટી ગયો છે.
(Instagram/rhea_chakraborty)
હવે બધુ જ રુમી જાફરી પર નિર્ભર છે કે તે રિયા માટે કેવી વાપસીની યોજના બનાવે છે. જોકે, લોકો માને છે કે રિયાની પાસે 'ચેહરે'માં કરવા માટે કંઇ વધુ નથી. રુમી જાફરી કહે ચે કે, 'મારા મગજમાં એક સ્ક્રિપ્ટ છે જેમાં રિયા બે લીડ રોલમાંથી એક લીડ રોલ અદા કરશે. મને લાગે છે કે, તેને બીજો ચાન્સ આપવો જોઇએ, શું આપને એવું નથી લાગતું?'
રિયા 'ચેહરે'થી વાપસી કરે તેવી આશા છે. જોકે ,ફિલ્મનાં પોસ્ટ પર રિયાને ન જોવાનાં કારણે ઘણી વાતો થઇ હતી. ત્યારે ડિરેક્ટર રુમીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ફિલ્મમાં રિયાનો રોલ એટલો ખાસ નથી. આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ રિયા સોશિયલ મીડિયા પર લોકોનાં નિશાને બની રહેતી હોય છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર