એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન Amitabh Bachchanઅને ઇમરાન હાશ્મી Emraan Hashmi ની ફિલ્મ 'ચેહરે' (Chehre) તે ફિલ્મોમાંથી એક છે. જે લોકડાઉનમાં રિલીઝ નથી થઇ શકી. ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મીની સાથે રિયા ચક્રવર્તી Rhea Charaborty પણ સ્ક્રીન શેર કરતાં નજર આવશે. ફિલ્મનાં ડિરેક્ટર રુમી જાફરીએ રિયાની એક્ટિંગ અંગે મોટી જાહેરાત કરી છે.
આપને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર અને ટીઝરની રિલીઝ ડેટ જાહેર કરી હતી. મોટી વાત એ છે કે, ફિલ્મનાં પોસ્ટરમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) દેખાતી નથી. માનવામાં આવે છે કે, મેકર્સને લાગે છે કે આ ફિલ્મનાં પ્રમોશનમાં રિયાનો ચહેરો જોઇ સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ ભડકી ઉઠશે અને આ ફિલ્મનો બહિષ્કાર કરી શકે છે. તેથી તેને ફિલ્મની પબ્લિસિટીથી દૂર રાખવામાં આવી છે. હવે તેનં પર ડિરેક્ટર રૂમી જાફરીએ તેનું નિવેદન આપ્યું છે.
ETimes અનુસાર, રુમી જાફરી (Rumi Jaffery) એ આ વાતનું ખંડન કર્યું છે. સુશાંત સિંહ રાજપૂતનાં કેસને કારણે આ ફિલ્મને પ્રભાવ પડશે. તેણે કહ્યું કે, 'તે (રિયા) ફિલ્મને ખુબજ મહત્વનો ભાગ છે. અને તેણે શાનદાર કામ કર્યું છે. ફિલ્મ નિર્માતાએ આ પણ કહ્યું કે, 'ચેહરે' એક એવી ફિલ્મ છે જે અમિતાભ બચ્ચનનાં દિલની ખુબજ નજીક છે. તેને એમ પણ કહ્યું કે, તેમાં એવાં ડાયલોગ્સ છે જેનાં પર સિનેમાઘરોમાં લોકો સિટી મારશે.' આપને જણાવી દઇએ કે, આ સમયે એક નવી સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. અને તેની ફિલ્મ 'ચેહરે'ની રિલીઝનો ઇન્તેઝાર કરી રહી છે. ઘણી અન્ય ફિલ્મોની જેમ ફેન્સનો ઇન્તેઝાર કરી જોવાનું છે. સિનેમાઘરમાં રિલીઝ થાય છે કે પછી ઓટીટી પ્લેટફર્મ પર. આ અંગે રુમી કહે છે કે, 'મે તેને સિનેમાઘર માટે બનાવી છે પણ હું હમેશાં મારા નિર્માતાની સાથે છું. તે જે પણ કહે. હાલમાં તે અમેરિકામાં છે. એક વખત તેઓ પરત આવી જશે તો આ સંપૂર્ણ રીતે તેનો કોલ રહેશે. ફિલ્મને ક્યાં અને કેવી રીતે રિલીઝ કરવી.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર