સુશાંત સિંહની બહેન VS રિયા ચક્રવર્તી: NCBના આરોપ પછી બંને વચ્ચે વિવાદ, પોસ્ટ શેર કરી લખ્યું...
સુશાંત સિંહની બહેન VS રિયા ચક્રવર્તી: NCBના આરોપ પછી બંને વચ્ચે વિવાદ, પોસ્ટ શેર કરી લખ્યું...
રિયા ચક્રવર્તી સુશાંત સિંહ સાથે રિલેશનશિપમાં હતી.
રિયાએ પોસ્ટમાં લખ્યું કે, લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, અહંકારથી દૂર રહો. રિયાની આ પોસ્ટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહના આરોપ પછી સામે આવી છે.
રિયા ચક્રવર્તી અવારનવાર ચર્ચામાં રહે છે. એક દિવસ પહેલાં એક્ટ્રેસ વર્કઆઉટ બાદ જોવા મળી હતી. ત્યારે તે ફોટોગ્રાફર્સને સ્માઈલ કરતાં કરતાં પોઝ આપી રહી હતી. હવે તે પોતાની પોસ્ટમાં દયાળુ બનવાની વાત કરી રહી છે. તેણે પોસ્ટમાં લખ્યું, ‘લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, અહંકારથી દૂર રહો, એટલા દૂર રહો કે કોઈ તમારી ઉપર આંગળી ન ચીંધી શકે. તમે તમારા માટે કમ્પ્લીટ છો. તમે જેવા છો એવા જ પ્રેમાળ છો.’
રિયાની આ પોસ્ટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહના આરોપ પછી સામે આવી છે. પ્રિયંકાએ રિયા ચક્રવર્તી પર સુશાંતને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. એક્ટરના નિધનના સમયે રિયા અને સુશાંત રિલેશનશિપમાં હતા.
પ્રિયંકાએ ‘ઈન્ડિયા ન્યૂઝ’ને જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની લાઈફ 2019થી બરબાદ થઈ ગઈ હતી, કેમ કે રિયા ચક્રવર્તી તેના જીવનમાં આવી હતી. છ મહિનાની અંદર પહેલી વખત મારા અને મારા ભાઈ વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી.
પ્રિયંકાએ રિયા પર તેના ભાઈ સુશાંતને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો
સુશાંતની બહેને આગળ જણાવ્યું કે, જે લોકોએ રિયાને બચાવી અને તેના ન્યાયની વાત કરી, તેમણે ક્યારે પણ આ દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વાત નથી કરી, પરંતુ તે બધા રિયાના સપોર્ટમાં આગળ આવ્યા હતા. સુશાંતને બરબાદ કરવા માટે તમે રિયાને મોકલવામાં આવી હતી.
પ્રિયંકાને ભાઈ સુશાંતની યાદ આવી
પ્રિયંકાએ સુશાંતના કામનો ઉલ્લેખ કરતા કહ્યું, સુશાંત કોઈ ક્લબનો ભાગ નહોતો, તેમ છતાં તે ઘણું સારું કામ કરી રહ્યો હતો. તેનાથી ઈન્ડસ્ટ્રીના બીજા લોકો પરેશાન હતા. સુશાંતે પહેલા પણ કહ્યું હતું, તેણે અન્ય કાર્યમાં ભાગ લેવાનું પસંદ કરે છે અને તેનાથી આ મોટા લોકોને સમસ્યા હતી. તે બધા મારા ભાઈને બરબાદ કરવા માગતા હતા.
NCBએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
રિયા ચક્રવર્તી અને તેના ભાઈ પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સુશાંત સિંહ રાજપૂત માટે કથિત રીતે ડ્રગ્સ ખરીદવાનો આરોપ લગાવ્યો છે. 2 વર્ષ પહેલા 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહનું 34 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. NCBએ એક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રિયા અને તેના ભાઈ સહિત 33 અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર