બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂત મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં 8 સપ્ટેમ્બરે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે તેને જામીન મળી છે. બોમ્બે હાઇકોર્ટે રિયાની જામીન અરજી સ્વીકારી છે. હવે 1 મહિનાથી જેલમાં બંધ રિયા ઘરે જઇ શકશે. જો કે બીજી તરફ NCB આ જામીન અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આ પહેલા લોઅર કોર્ટેમાં 2 વાર તેમની અરજી ફગાવાઇ છે. અને મંગળવારે સેશન કોર્ટમાં એક્ટ્રેસની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારવામાં આવી છે.
ત્યારે હવે જામીન મળ્યા પછી સશર્તો પૂરી કરીને તે જેલની બહાર આવી શકશે. જો કે રિયાને 1 મહિના પછી જામીન મળ્યા પછી બોલિવૂડના કેટલાક સેલેબ્રિટીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. અને તેમાં તાપસી પન્નુથી લઇને અનુભવ સિંહા જેવા અનેક સ્ટાર સામેલ છે.
Hope her time in jail has sufficed the egos of a lot of people out there who in the name of justice for Sushant fulfilled their personal/professional agendas.Praying she doesn’t become bitter towards the life she has ahead of her. Life is Unfair but Atleast it’s not over as yet. https://t.co/TGnbRZSL83
એક્ટ્રેસ તાપસી પન્નુએ રિયાની જામીન પર ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે આશા રાખું છું કે જેટલો સમય તેણે જેલમાં વ્યતિત કર્યો છે. તેનાથી અનેક લોકોના અહંકારને સંતુષ્ટી મળી હશે. જે લોકો સુશાંતને ન્યાય આપવા પર પોતાના પર્સનલ અને પ્રોફેશનલ એજન્ડા પુરો કરી રહ્યા હતા. હું પ્રાર્થના કરું છું કે તે પોતાની આવનારા જીવનમાં કોઇ કડવાશ ઊભી ના કરે. જીવન અન્યાયી પણ હજી આ બધુ પૂરું નથી થયું. ત્યાં જ સોની રાજદાને પણ મુંબઇ હાઇકોર્ટને ટેગ કરીને બે હાથના ઇમોજીને શેર કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ સિવાય જાણીતા ફિલ્મ મેકર અનુભવ સિંહાએ રિયાની જામીન પર ટ્વિટ કરતા કહ્યું કે છેવટે તેને જામીન મળી ગઇ. આ સિવાય બીજા પણ કેટલાક સેલેબ્સે રિયાના જામીન પર તેને સપોર્ટ કરતા ટ્વિટ શેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે રિયાને ભલે હાલ પૂરતી જામીન મળી ગઇ હોય પણ આવનારો સમય રિયા માટે હજી પણ એટલો જ મુશ્કેલ છે કારણ કે NCB તેની આ જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે. બીજી બાજુ ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઇ શોવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાંડાની જામીન અરજી કોર્ટે ફગાવી છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર