SSR Case: ડ્રગ્સ કેસમાં મિરાંડા સહિત 3 પેડલર્સનાં જામીન પર હાઇકોર્ટમાં આજે સુનાવણી

SSR Case: ડ્રગ્સ કેસમાં મિરાંડા સહિત 3 પેડલર્સનાં જામીન પર હાઇકોર્ટમાં આજે સુનાવણી
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી

ડ્રગ્સ મામલે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ભાયખલા જેલમાં બંધ છે. આપને જણાવી દઇએ કે, એક ઓપરેશનમાં આજે NCBની ટીમે બોલિવૂડનાં હશીસ સપ્લાય કરનારાને પકડી પાડ્યો છે. આ મોટા સપ્લાયરનું નામ રાહિલ વિશ્રામ છે.

  • Share this:
    મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ આખા કેસનો પર્દાફાશ કરવા તાબડતોડ કાર્યવાહી કરી રહ્યું છે. ડ્રગ્સ નેટવર્કનાં ઘણાં ખેલાડીઓ અત્યાર સુધી NCBનાં હત્થે લાગી ગયા છે. જેમાં 6 મુખ્ય આરોપીઓને કોર્ટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. ડ્રગ્સ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) મુંબઇની ભાયખલા જેલમાં બંધ છે. આપને જણાવી દઇએ કે, આ કેસમાં જોડાયેલાં ત્રણ આરોપીઓની જામીન અરજી પર શુક્રવારે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. હવે જવાનું એ રહેશે કે આ ત્રણેય આરોપીઓને બેલ મળે છે કે પછી તેમની જામીન અરજી ખારીજ થાય છે

    આપને જણાવી દઇએ કે, રિયા ડ્રગ્સ કેસમાં સૈમ્યુઅલ મિરાંડા, અબ્દુલ બસિત પરિહાર, દીપેશ સાવંતની જામીન અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેાલં મુંબઇ સેશંન્સ કોર્ટે આ ત્રણેયની જામીન અરજી ખારીજ કરી દીધી છે. ડ્રગ્સ કેસમાં મિરાંડા, બાસિત અને દીપેશની ભૂમિકા અહમ માનવામાં આવે છે.



    સૈમ્યુઅલ મિરાંડા સુશાંતનો હાઉસ મેનેજર રહી ચૂક્યો છે. આ મામલે જ્યારે રિયા અને શોવિક ચક્રવર્તીની ચેટ સામે આવી તો માલૂમ થયુ કે, સૈમ્યુઅલ મિરાંડા જ આ લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તો અબ્દુલ બાસિત પરિહર એક ડ્રગ પેડલર છે. બાસિત રિયા અને શોવિકનાં કહેવા પર ડ્રગ્સનો જુગાડ કરતો હતો. તો દીપેશ સાવંત સુશાંતનો નોકર હતો જે ડ્રગ્સ કેસમાં આ લોકો માટે ડ્રગ્સ લાવવાનું કામ કરતો હતો.

    આ પણ વાંચો- SSR Case: સુશાંત સિંહની હત્યા થઇ કે તેણે આત્મહત્યા કરી, આજે વિસેરા રિપોર્ટથી થશે સ્પષ્ટ

    આ લોકોની ધરપકડ કરી ચૂકી છે NCB
    માદક પદાર્થ મામલાની તપાસ કરી રહેલી NCBની વિશેષ ટીમે (SIT) રિયા, તેનાં ભાઇ શોવિક, સુશાંતનાં મેનેજર સૈમ્યુઅલ મિરાંડા, નોકર દીપેશ સાવંતઅને અન્ય લોકોની ધરપકડ કરી લીધી છે. તે હાલમાં ન્યાયિક હિરાસતમાં છે. આ મામલા સંબંધિત પૈસાનાં શોધઅને તેની તપાસ કરી રહેલી EDએ રિયાનાં ફોનમાંથી મળેલી ચેટ NCBની સાથે શેર કરી હતી. જે બાદ પ્રતિબંધિત ડ્રગ્સનાં ઉપયોગનો મામલો સામે આવ્યો હતો. NCBએ આ મામલે તપાસ શરૂ કરી છે.
    Published by:Margi Pandya
    First published:September 18, 2020, 12:54 pm

    ટૉપ ન્યૂઝ