નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ (Drug) એંગલ સામે આવ્યા બાદથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો NCB તાબડતોડ છાપામારીની કા્યવાહી કરી છે. શુક્રવારે NCBની ટીમે આ મામલે એક મોટા ડ્રગ પેડલરની ધરપકડ કરી લીધી છે. રાહિલ વિશ્રામ નામનાં આ ડ્રગ પેડલરની પાસેછી NCBએ આશરે 1 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે.
આ ડ્રગ્સની કિંમત 3થી 4 કરોડ રૂપિયાની આસ પાસ આંકવામાં આવી છે. આ ઉપરાંત NCBની ટીમને રાહિલનાં ઘરેથી 4.5 લાખ રૂપિયા રોકડા પણ મળ્યાં છે. અત્યાર સુધીનાં સમાચાર મુજબ રાહિલને બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે ડાઇરેક્ટ સંપર્ક હતો અને તે બોલિવૂડની પાર્ટીઝમાં પણ આવતો જતો હતો.
રિયા ડ્રગ્સ કેસમાં NCBનીટીમ મુંબઇ ઉપરાંત ગોવા સુધી ડ્રગ નેટવર્કની તપાસમાં લાગેલી હતી. અત્યરા સુધી જેટલાં પણ ડ્રગ પેડલર પકડાયા ગયા છે તેમનું કનેક્શન શોવિક અને રિયા સાથે છે. NCBની ટીમ ઇચ્છે છે કે તે આ પેડલર દ્વારા આખી ચેન અંગે માહિતી મેળવે. મુંબઇની સાથે સાથે દેશમાં ક્યાં ક્યાં ડ્રગ્સનું નેટવર્કનો ખુલાસો થઇ શકે.
આ પણ વાંચો- SSR Case: ડ્રગ્સ કેસમાં મિરાંડા સહિત 3 પેડલર્સનાં જામીન પર હાઇકોર્ટમાં આજે સુનાવણી
NCBનાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમે મુંબઇનાં પવઇમાં છાપો માર્યો અને બેથી ત્રણ લોકોની અટકાયત કરી લીધી છે. આ તમામની પાસેથી ટીમને 500 ગ્રામની આસપાસનું બડ મળ્યું છએ. એક ગ્રામ બડનો ભાવ 6થી 8 હજાર રૂપિયાની વચ્ચે હોય છે. કહેવાય છે કે, બજારમાં આ સંપૂર્ણ બડનો ભાવ આશે 30થી 40 લાખ રૂપિયાની આસપાસ હોય છે.
NCBનાં હત્થે લાગ્યા છે ઘણાં લોકો- માદક પદાર્થ મામલાની તપાસ કરી રહેલી NCBની વિશેષ ટીમે (SIT) રિયા, તેનાં ભાઇ શોવિક, સુશાંતનાં મેનેજર સૈમ્યુઅલ મિરાંડા, નોકર દીપેશ સાવંતઅને અન્ય લોકોની ધરપકડ કરી લીધી છે. તે હાલમાં ન્યાયિક હિરાસતમાં છે. આ મામલા સંબંધિત પૈસાનાં શોધઅને તેની તપાસ કરી રહેલી EDએ રિયાનાં ફોનમાંથી મળેલી ચેટ NCBની સાથે શેર કરી હતી. જે બાદ પ્રતિબંધિત ડ્રગ્સનાં ઉપયોગનો મામલો સામે આવ્યો હતો. NCBએ આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:September 18, 2020, 15:19 pm