રિયા ચક્રવર્તીએ બિગ બોસ 15 ની 35 લાખની ઓફર નકારી; બોલિવૂડ અને સાઉથ પ્રોજેક્ટ્સ પર કરશે કામ

રિયા ચક્રવર્તી નહીં જોવા મળે બિગ બોસ 15માં

જ્યારે મહિનાઓથી અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) મુંબઈના તે જ સ્ટુડિયોમાં નજરઆવી જ્યાં બિગ બોસ 15 (Bigg Boss 15) નો પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. જેથી અટકળો વધી ગઇ હતી કે તે બિગ બોસ 15માં નજર આવશે

  • Share this:
    રિયા ચક્રવર્તીને (Rhea Chakraborty) બિગ બોસ 15 (Bigg Boss 15) માં રહેવા માટે એક અઠવાડિયાનાં 35 લાખ રૂપિયા આપવાની ઓફર થઇ હતી. આ મોટી રકમ અંગે જાણીને સૌ કોઇની આંખો પહોળી થઇ ગઇ હતી. ઘણા લોકોએ એક્ટ્રેસ માટે તેની કારકિર્દીમાં સુધારો લાવવાની આ એક મોટી તક હોવાનું વિચાર્યું હતું. એટલું જ નહીં, તેણીને ઓફર કરેલી મોટી રકમ એ ગયા વર્ષે આર્થિક રીતે ચૂકી ગયેલી દરેક વસ્તુની ભરપાઈ કરી શકે છે. પરંતુ એવું લાગે છે કે રિયાએ આ ઓફર ઠુકરાવવાનો નિર્ણય કર્યો છે.

    જ્યારે મહિનાઓથી અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) મુંબઈના તે જ સ્ટુડિયોમાં નજર આવી જ્યાં બિગ બોસ 15 (Bigg Boss 15) નો પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. જેથી અટકળો વધી ગઇ હતી કે તે બિગ બોસ 15માં નજર આવશે. તેમાં ખાસ વાત એ હતી કે તેજસ્વી પ્રકાશ જે આ સિઝનમાં ભાગ લઈ રહ્યા છે તે પણ તે જ જગ્યાએ હતી. BB13 સ્પર્ધક દલજીત કૌરે પણ તે જગ્યાએ રિયાની હાજરી હોવાની વાત કરી હતી. બિગ બોસની ઘણી બધી લિંકોએ ઘણા અનુમાન લગાવ્યા કે આ શોમાં રિયા ચક્રવર્તી પણ હોઇ શકે છે!

    આ પણ વાચો-ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઇ દાખલ

    જોકે લેટેસ્ટ રિપોર્ટની માનીયે તો, રિયા ચક્રવર્તીએ બિગ બોસ 15 ની ઓફર ઠુકરાવવાનો નિર્ણય કર્યો છે. એક્ટ્રેસ પાસે ફિલ્મો અને વેબ સિરીઝની ઘણી બધી ઓફર્સ છે. તેની પાસે સાઉથ અને બોલિવૂડ બંનેની ફિલ્મો છે. તેથી તે પોતાને હાલમાં બિગ બોસનાં ઘરમાં બંધ કરી શકે તેમ નથી. તે તેનાં કામ પર ધ્યાન આપવાંનું વિચારી રહી છે.




    આ પણ વાંચો-કેટરિના કૈફની હમશક્લ એલીના રાય સોશિયલ મીડિયા પર છવાઇ, જુઓ તેનાં PHOTOS

    રિયાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં જ રિયા ચક્રવર્તીએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશ્મી (emraan hashmi) સ્ટાર ફિલ્મ 'ચેહરે' માં (Chehere) નજર આવી હતી. તેણી એક નાની છતાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મને શરૂઆતમાં સુશાંત સિંહ રાજપૂતના ચાહકો દ્વારા ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી પરંતુ આખરે તેને સ્વીકારવામાં આવી હતી.

    આ પણ વાંચો-Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ

    ગયા વર્ષે 15 જૂને સુશાંત સિંહ રાજપૂતનું (Sushant Singh Rajput) નિધન થયું હતું. તેણે કથિત રીતે તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવી હતી. ત્યારે સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી સામે છેતરપિંડી, ઉશ્કેરણી, છેતરપિંડી અને અન્ય ઘણા ગુનાઓનો આરોપ લગાવ્યો હતો.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: