Home /News /entertainment /

રિયા ચક્રવર્તીની વધી મુશ્કેલીઓ, NCBએ લગાવ્યો ગંભીર આરોપ, આ મામલે બનાવી આરોપી

રિયા ચક્રવર્તીની વધી મુશ્કેલીઓ, NCBએ લગાવ્યો ગંભીર આરોપ, આ મામલે બનાવી આરોપી

રિયા ચક્રવર્તીની વધી મુશ્કેલીઓ

એજન્સી દ્વારા દાખલ ચાર્જશીટમાં 2020માં સુશાંત સિંહની આત્મહત્યા બાદ શરૂ કરવામાં આવેલી હાઇ-પ્રોફાઇલ તપાસમાં રિયા અન અન્ય 34 લોકોને આરોપીનાં રૂપમાં રજૂ કરવામાં આવ્યાં છે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર બુધવારે દેશની એન્ટી ડ્રગ્સ એજન્સી દ્વારા સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલાં એક ડ્રગ કેસમાં આોપ લગાવવામાં આવ્યો છે. એન્ટી ડ્રગ્સ એજન્સીએ લગાવેલાં આરોપ છે કે, દિવંગત બોલિવૂડ એક્ટર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેનાં ભાઇ સહિત ઘણાં અન્ય આરોપીઓ પાસેથી ડ્રગ્સ ખરીદીને સુશાંતને આપ્યું હતું. એજન્સી દ્વારા દાખલ ચાર્જશીટમાં 2020માં સુશાંત સિંહની આત્મહત્યા બાદ શરૂ કરવામાં આવેલી હાઇ-પ્રોફાઇલ તપાસમાં રિયા અન અન્ય 34 લોકોને આરોપીનાં રૂપમાં રજૂ કરવામાં આવ્યાં છે.

  મુશ્કેલીમાં રિયા ચક્રવર્તી

  રિયા પર NCBનો આરોપ છે કે એક્ટ્રેસે સુશઆંત સિંહ રાજપૂત માટે ડ્રાગ્સની ખરીદી કરી છે અને તેનાં માટે પૈસા પણ ચુકવ્યાં છે. આ કેસમાં 35 આરોપીઓ વિરુદ્ધ કૂલ 38 આરોપો ઘડવામાં આવ્યાં છે. NCBએ તેના ચાર્જ ડ્રાફ્ટમાં દાવો કર્યો છે કે રિયાએ સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક ચક્રવર્તી, દિપેશ સાવંત અને અન્યો પાસેથી ઘણી વખત ગાંજો લીધો હતો. ગાંજાની ડિલિવરી લીધા બાદ રિયાએ તેને સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતને સોંપી દીધો. રિયાએ માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન ગાંજાની આ ડિલિવરી માટે ચૂકવણી કરી. ડ્રાફ્ટ અનુસાર, રિયાએ NDPS એક્ટ 1985ની કલમ 8[c] હેઠળ 20[b][ii]A, 27A,28, 29 અને 30 સાથે ગુનો કર્યો છે. આ કેસમાં તમામ 35 આરોપીઓ સામે આરોપ મુકવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ, આ તમામ માર્ચ 2020થી ડિસેમ્બર 2020 સુધી ગુનાહિત ષડયંત્રમાં શામેલ છે. તે આ દરમિયાન એક-બીજાની સાથે કે ગ્રુપ્સમાં નશીલા પદાર્થની ખરીદી, વેચાણ અને અન્ટર સિટી ટ્રાન્સપોર્ટ ઉપરાંત બોલિવૂડ સહિત હાઇ સોસાયટી લોકો સાથે ડિસ્ટ્રીબ્યૂટ કરતાં હતાં. વગર લાઇસન્સ મુંબઇ મહાનગર પાલિકામાં નશીલા પદાર્થની તસ્કરી કરતા હતાં. આ સાથે જ ગાંજા, ચરસ, એલએસડી, કોકેઇનલેતા હતાં જે એક ગુનાહિત કૃત્ય છે.
  (સુશાંતનાં પૂણ્યતિથિ પર રિયા ચક્રવર્તીએ શેર કરેલી તસવીરો)

  ડ્રગ્સ પેડલર્સ સાથે સંપર્કમાં હતો શોવિક
  રિયાના ભાઈ શોવિક સામેના આરોપો દર્શાવે છે કે તે ડ્રગ પેડલર્સ સાથે સતત સંપર્કમાં હતો. તે ગાંજા, ચરસ/હાશિશની ડિલિવરી માટે ઓર્ડર આપતો હતો. શોવિકે અબ્દેલ બાસિત, કૈઝાન ઈબ્રાહિમ, કર્મજીત સિંહ આનંદ અને સૂર્યદીપ મલ્હોત્રા સહિત અન્ય લોકો પાસેથી ગાંજાની ડિલિવરી લીધી અને સુશાંતને આપી દીધી. કેટલીકવાર તેણે તે ડિલિવરી માટે ચૂકવણી કરી હતી અને કેટલીકવાર રિયા ચક્રવર્તી દ્વારા માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન ડ્રગ પેડલર્સને.
  પિઠાનીનું ડ્રગ્સ કેસથી શું લિંક છે?
  સુશાંત સિંહ રાજપૂતનાં ખાસ મિત્ર સિદ્ધાર્થ પિઠાની પણ મુશ્કેલીઓ વધી છે. NCBનો આરોપ છે કે, પિઠાની આરોપી સૈમુઅલ મિરાંડા, શોવિક, દીપેશ સાવંત, રિયા અને સુશાંતની સાથે ડ્રગ્સ/ગાંજાની ખરીદીમાં સીધો સંપર્કમાં હતો. તે ડ્રગ્સ/ગાંજા સુશાંત અને અન્યનાં સેવન માટે જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020 સુધી ખરીદતો હતો. પિઠાની સુશાંતનાં કોટક એપનો ઉપયોગ કરતો હતો. વીડ અને ગાંજા સહિત અન્ય ડ્રગ્સ સુશાંતનાં બેક અકાઉન્ટનાં ઉપયોગથી ખરીદવામાં આવતા હતાં. અને તેને બેંક ટ્રાન્જેક્શનમાં પૂજા સામગ્રી તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ રીતે સુશાંતને ડ્રગ્સ એડિક્શન તરફ ધકેલવામાં આવ્યો છે જેને NCBએ ક્રાઇમ માન્યું છે.

  આ પણ વાંચો-VIDEO: રાખી સાવંત થઇ પ્રેગ્નેન્ટ? બોલી- 'પાપીઓને સુધારવા જન્મ લેશે મારો બાહુબલી'

  સુશાંતની મોતએ આપ્યો ઝાટકો-
  સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020નાં તેનાં ઘરમાં મૃત મળી આવ્યો હતો. સુશાંતનાં આકસ્મિક નિધનથી આખો દેશ સ્તબ્ધ થઇ ગયો હતો. કોઇને બોલિવૂડ સ્ટારનાં મોત પર વિશ્વાસ ન હતો. સુશાંતની પરિવારે તેની મોત માટે રિયા ચક્રવર્તીને જવાબદાર ઠેરવી હતી. સુશાતં કેસની તપાસ ઘણી એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે. પણ મોતનું કારણ આજદિન સુધી સામે આવ્યુંનથી. સુશાંતનાં ફએન્સ આજે પણ તેનાં માટે ન્યાયની માંગણી કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: NCB, Rhea Chakraborty

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन