SSR Case: રિયાની કોલ ડિટેલ્સ આવી સામે, તેણે સુશાંતની મેનેજર શ્રૃતિને કર્યા હતાં 800 ફોન

News18 Gujarati
Updated: August 7, 2020, 5:15 PM IST
SSR Case: રિયાની કોલ ડિટેલ્સ આવી સામે, તેણે સુશાંતની મેનેજર શ્રૃતિને કર્યા હતાં 800 ફોન
બિહાર પોલીસની તપાસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ એકબાદ એક વધતી જઇ રહી છે.

બિહાર પોલીસની તપાસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ એકબાદ એક વધતી જઇ રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિહાર પોલીસે મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ આ કેસમાં ઉંડાણપૂર્વક કામ કરીને રિયાની તમામ માહિતી એકઠી કરી લીધી છે. રિયાની છેલ્લાં છ મહિનાની કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવી છે.

આ કોલ ડિટેલ્સમાં જાણવા મળ્યું છે કે, રિયાએ આ છમહિનામાં સુશાંત સિંહ રાજપૂતની બિઝનેસ મેનેજર સાથે સતત વાત કરી છે. તેણે 800 કોલ્સ કર્યા હતાં. એટલું જ નહીં આ ડિટેલ્સ મુજબ રિયા સુશાંતનાં હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે પણ સતત ટચમાં હતી. રિયાએ તેને પણ છેલ્લા છ મહિનામાં 300 ફોન કર્યા હતાં.



જ્યારે તેણે સુશાંત સિંહ સાથે વાત કરી ન હતી. છેલ્લાં સમયમાં એટલે કે 8 જૂન બાદ તેણે સુશાંત સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું. આ સમયમાં તેણે સુશાંત સાથે માત્ર 147 સેકેન્ડ વાત કરી હતી. એટલે તેમનાં વચ્ચે માત્ર અઢી મિનિટ વાત થઇ હતી. સુશાંત સિવાય તે આ સમયમાં અન્ય તમામનાં ફોન ઉપાડતી હતી. તે તેનાં પરિવાર અને અન્ય લોકો સાથે સતત ટચમાં હતી.

આ પણ વાંચો- SSR CASE LIVE: રિયાની પૂછપરછ શરૂ, 2 કલાક બાદ ED ઓફિસમાંથી બહાર નીકળ્યો ભાઇ શોવિક

જ્યારે આ સમયમાં તેણે તેનાં પિતા સાથે 18 મિનિટથી વધુ સમય વાત કરી હતી. તો સેમ્યુઅલ સાથે તેણે ચાર મિનિટ વાત કરી હતી. શ્રૃતિ મોદી સાથે તેણે 13 મિનિટ વાત કરી હતી અને સુશાંતનાં મિત્ર સાથે તેણે દોઢ મિનિટ વાત કરી હતી. રિયાએ તેનાં ભાઇ શોવિક સાથે ચાર મિનિટની આસપાસ વાત કરી હતી.આ પણ વાંચો- સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરીમાંથી કેટલાંક પન્ના ગૂમ હતાં, ફરી ઉભા થયા સવાલ

આ અંતિમ દિવસોમાં રિયાએ એક વખત સુશાંતની બહેન રાની દી સાથે પણ વાત કરી હતી પણ આ માત્ર 4 સેકેન્ડ માટે હતી. અને આ સમયમાં તેણે મહેશ ભટ્ટને પણ કોલ કર્યો હતો જેમાં તેણે 15 સેકેન્ડ વાત કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતનો કેસ હવે CBIનાં હાથમાં છે. આ કેસમાં હવે જે પ્રકારે તપાસ થઇ રહી છે તે જોઇને લાગે છે કે, ટૂંક સમયમાં જ આ કેસમાં સત્ય સામે આવશે અને સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળશે.
Published by: Margi Pandya
First published: August 7, 2020, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading