રિયા ચક્રવર્તીની છોકરીઓને સલાહ, સોશિયલ મીડિયા વિશે કહી દીધી આ મોટી વાત
રિયા ચક્રવર્તીની છોકરીઓને સલાહ, સોશિયલ મીડિયા વિશે કહી દીધી આ મોટી વાત
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના જીવનમાં વર્ષ 2020 અને 2021 એવું રહ્યું, જેને તે ભાગ્યે જ ભૂલી શકશે
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના જીવનમાં વર્ષ 2020 અને 2021 એવું રહ્યું, જેને તે ભાગ્યે જ ભૂલી શકશે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushan Singh Rajput) ના મૃત્યુ પછી, તેણે એવો સમય જોયો જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના જીવનમાં વર્ષ 2020 અને 2021 એવું રહ્યું, જેને તે ભાગ્યે જ ભૂલી શકશે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushan Singh Rajput) ના મૃત્યુ પછી, તેણે એવો સમય જોયો જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેણે ઘણી રાતો જેલમાં વિતાવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તે હાલમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહી છે. રિયા સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સાથે સોશિયલ વર્લ્ડ સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે. તાજેતરમાં, તેણે છોકરીઓને સલાહ આપતી એક પોસ્ટ શેર કરી છે (Rhea Chakraborty advice to girls), જે ખૂબ વાયરલ થઈ રહી છે.
છોકરીઓને રિયાની સલાહ
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) હવે ધીમે ધીમે પોતાની જાતને જૂની યાદોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે અને તેને પોતાના જીવનને ફરી નવી શરૂઆત કરવા માટે ચાહકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે. તાજેતરમાં, તેણે છોકરીઓને સલાહ આપતી એક પોસ્ટ શેર કરી છે (Rhea Chakraborty advice to girls), જે ખૂબ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા વિશે આ વાત કહી
રિયાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. તેણે યુવતીઓને એક ચિઠ્ઠી લખી છે. તેણે લખ્યું, 'હું તમામ છોકરીઓને એક જેન્ટલ રિમાઇન્ડર આપવા જઈ રહી છું. તમે જેવા છો એજ સુંદર છો. ઇન્સ્ટા બ્યુટી અને ફિલ્ટર્સની જાળમાં ન પડો. હું જાણું છું કે, તમે તમારા વિશે શું વિચારો છો પરંતુ તમારે જ તમારા વિશે સારું અનુભવવું પડશે. ઘણો બધો પ્રેમ અને પ્રકાશ. RC.'
જેલમાંથી બહાર આવ્યા બાદ રિયા પોતાની જાતને બદલવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. તે અને તેનો પરિવાર ભૂતકાળના તમામ દુ:ખ ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માંગે છે. તે ધાર્મિક પુસ્તકોમાં વ્યસ્ત રહે છે અને હંમેશા હકારાત્મકતાથી ઘેરાયેલું રહેવાનું પસંદ કરે છે. રિયા આ વર્ષને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર