Home /News /entertainment /83 The Film Review: ફિલ્મમાં રણવીરે કરી નાંખ્યો જાદુ, World Cupની યાદ તમને ભાવુક કરી દેશે
83 The Film Review: ફિલ્મમાં રણવીરે કરી નાંખ્યો જાદુ, World Cupની યાદ તમને ભાવુક કરી દેશે
કબીર ખાને 1983માં પહેલી વાર દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપ (1983 Cricket World cup) લાવનારી ટીમની વાર્તા વર્ણવીને પોતાના ચાહકોની સંખ્યા વધારી છે.
ક્રિકેટ પર આમ તો બોલિવૂડની ઘણી ફિલ્મો બની છે, પરંતુ 83એ સાબિત કરી દીધું છે કે, આ જોનરમાં હજી પણ ઘણી તક છે. ક્રિકેટ, ક્રાઈમ અને સિનેમા એમ ત્રણ 'C' લોકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે રણબીર સિંહની 83માં સિનેમા અને ક્રિકેટનો જોરદાર સંગમ જોવા મળ્યો છે.
83 Movie Review : ક્રિકેટ, ક્રાઈમ અને સિનેમા એમ ત્રણ 'C' લોકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે રણબીર સિંહ (Ranveer Singh) ની 83 (Film 83)માં સિનેમા અને ક્રિકેટનો જોરદાર સંગમ જોવા મળ્યો છે. ક્રિકેટ પર આમ તો બોલિવૂડની ઘણી ફિલ્મો બની છે, પરંતુ 83એ સાબિત કરી દીધું છે કે, આ જોનરમાં હજી પણ ઘણી તક છે. ડાયરેક્ટર કબીર ખાન અગાઉ પડદા પર ઘણી ભાવુક વાર્તાઓ બતાવી ચૂક્યા છે, પરંતુ કબીર ખાને 1983માં પહેલી વાર દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપ (1983 Cricket World cup) લાવનારી ટીમની વાર્તા વર્ણવીને પોતાના ચાહકોની સંખ્યા વધારી છે.
સ્ટોરી: આ સ્ટોરી ભારતીય ક્રિકેટ ટીમ નબળા યુગની છે. તે સમયે ટીમ હારવા માટે જાણીતી હતી. 1983ના ક્રિકેટ કપ દરમિયાન ભારતીયોએ વિચાર્યું પણ ન હતું કે તેઓ વર્લ્ડ કપમાં ટકી શકશે. કેપ્ટન કપિલ દેવ અને તેની ટીમે તે સમયે ત્રણ વખત ક્રિકેટ વર્લ્ડકપ જીતી ચૂકેલા વેસ્ટ ઈન્ડીઝને હરાવીને ક્રિકેટ વર્લ્ડકપ ભારત લાવવાની પ્રથમ સિદ્ધિ હાંસલ કરી હતી. એ જ અંડરડોગ ટીમ કઈ રીતે વિશ્વવિજેતા બની, તે ફિલ્મ 83માં જોવા મળ્યું છે.
સિનેમાનું મુખ્ય કામ મનોરંજન કરવાનું છે. સ્ટોરી અને સ્ટોરીનો અંત ખબર હોય ત્યારે તેમાં સસ્પેન્સ જેવું કંઈ બચતુ નથી. બધું જાણ્યા પછી પણ દર્શકોને ખુરશી પર જકડી રાખવા તે આવી ફિલ્મોની સફળતાની વ્યાખ્યા છે. દિગ્દર્શક કબીર ખાને આ ફિલ્મમાં તે કામ સારી રીતે કર્યું છે. ફિલ્મના અનેક દ્રશ્યો તમને દુ:ખ અને ક્યારેક ગર્વના આંસુનો અનુભવ કરાવશે. ફિલ્મમાં રણવીર ભલે હીરો હોય, સ્ટોરી માત્ર રણવીર સિંહની જ નહીં આખી ટીમની છે.
ફિલ્મનો શ્રેષ્ઠ ભાગ એ છે કે, આ ફિલ્મ માત્ર ક્રિકેટ જ બતાવતી નથી કે ઇમોશનલ ડ્રામા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફિલ્મમાં બધું યોગ્ય પ્રમાણમાં છે. ક્યાંય પણ ડાયલોગથી જીતનું મોટિવેશન કે કેપ્ટન જ હીરો છે, જેવું ક્યાંય દેખાતું નથી. ફિલ્મમાં ક્યાંક ક્યાંક ઓરીજીનલ મેચની ક્લિપિંગ્સ પણ જોવા મળે છે.
એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળ્યો છે, પરંતુ ફિલ્મ શરૂ થયાની થોડીવાર પછી તમે ભૂલી જશો કે તમે રણવીરને પડદા પર જોઈ રહ્યાં છો. આના પરથી તમે રણવીરની શાનદાર એક્ટિંગની અંદાજ લાગવી શકો છો. રણવીરે કપિલ દેવની બોડી લેંગ્વેજથી લઈને તેની ડિક્શન, તેની સ્ટાઈલ સુધી બધું જ અંદર ઉતારી દીધું છે. રણવીરે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આ જમાનાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.
આ ફિલ્મમાં રણવીરે આ બધું એકલા હાથે નથી કર્યું, તેની ટીમે પણ તેને સંપૂર્ણ ટેકો આપ્યો છે. તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતીન સરના, જીવા, એમી વિર્ક, હાર્ડી સંધુનો અભિનય પણ શાનદાર છે. બીજી તરફ ટીમ મેનેજર પીઆર માન સિંહ બનેલા પંકજ ત્રિપાઠીએ પણ ફિલ્મમાં જોરદાર કામ કર્યું છે. સ્ક્રીન પર તેની હાજરી તમારા ચહેરા પર સ્મિત લાવશે. દીપિકા પાદુકોણ સેકન્ડ હાફમાં એન્ટ્રી કરે છે. પરંતુ તે દરેક સીનમાં સુંદર દેખાય છે. ફિલ્મનું સંગીત પણ સારું છે. જો તમે 1983ના વર્લ્ડકપના કિસ્સા સાંભળ્યા હોય પણ જોયા ન હોય તો, આ ફિલ્મ જોવા જેવી ખરી. મારા તરફથી આ ફિલ્મને 4 સ્ટાર્સ.
રેટિંગ
સ્ટોરી:3.5 સ્ક્રીનપ્લે:4 ડિરેક્શન:4 મ્યુઝિક 4
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર