ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાતી ફિલ્મ 'રેવા' જે ધ્રુવ ભટ્ટની બૂક 'તત્વમસી' પરથી બનેલી છે. તેને ફિલ્મ જગતનો સૌથી ઉચ્ચ પુરસ્કાર રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી નવાઝવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોની સુપર સ્ટાર મોનલ ગજ્જર અને ચેતન ધાનાણી લિડ રોલમાં હતા..
ફિલ્મની કહાની અને તેનો બેકગ્રાઇન્ડ સ્કોર.. સાથે જ બંને સ્ટાર્સની એક્ટિંગ દર્શકોને બધુ જ પસંદ આવ્યું. અને તેને રાષ્ટ્રીય પુરસ્કારની નવાઝવામાં આવી છે. આ ફિલ્મને ડિરેક્ટ વિનિત કનોજીયા અને રાહુલ ભોલેએ કરી હતી.
આ ફિલ્મને મળેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સરવોચ્ચ સન્માન માટે મોનલ ગજ્જરે ખુશી વ્યક્ત કરી છે. અને તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ફિલ્મને મળેલા એવોર્ડ બદલ ખુશી વ્યક્ત કરી છે.
તેણે લખ્યું છે કે, 'નવી સિદ્ધિ નવો માર્ગસૂચક પત્થર' મારી સવાર એક સુંદર સમાચાર સાથે પડી.. મારી ફિલ્મ રેવા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીતી ગઇ'
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે એ દોર શરૂ થઇ ગયો છે જ્યાં દર વર્ષે ઉત્તમ ફિલ્મો બની રહી છે અને તેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે. આ પહેલાં અભિષેક જૈન અને મિખિલ મુશળેની 'રોન્ગ સાઇડ રાજૂ'ને નેશનલ એવોર્ડથી સન્માનવામાં આવી હતી.
આજે જાણે રેવાનો દિવસ છે એમ લાગે છે.. પહેલાં આજે સવારે નર્મદામાં પાણીની આવકને પગલે.. ઇતિહાસમાં પહેલી વખત નર્મદા ડેમનાં દરવાજા ખુલ્લા મુકાલા.. તો આજે જ રેવા ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર