Home /News /entertainment /ના હોય! આ ટેણિયાંને સોંપાઇ હતી સલમાન ખાનને મારવાની જવાબદારી, ડીલ માટે મળી મસમોટી રકમ

ના હોય! આ ટેણિયાંને સોંપાઇ હતી સલમાન ખાનને મારવાની જવાબદારી, ડીલ માટે મળી મસમોટી રકમ

સલમાનને બે વાર મારવાનો થયો છે પ્રયાસ

Salman Khan : અધિકારીઓના જણાવ્યા અનુસાર, સગીરના છેડા પાકિસ્તાનના ISI સમર્થિત ખાલિસ્તાની આતંકવાદી રિંડા, કેનેડામાં બેઠેલા લાંડા હરી કે અને જગ્ગુ ભગવાનપુરિયા લોરેન્સ વિશ્નોઈ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

  Salman khan death threat : સલમાન ખાન લોરેન્સ બિશ્નોઇ ગેંગના રડાર પર રહ્યો છે અને તેને બે માર મારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનને તેના પનવેલના ફાર્મ હાઉસ પાસે મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચવામાં આવ્યું હતું જેના માટે ત્યાં તેની રેકી પણ કરવામાં આવી હતી. જે બાદ મુંબઇ પોલીસે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી અને એક્ટરની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી હતી. આ વચ્ચે સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકીના મામલે દિલ્હી પોલીસને મોટી જાણકારી મળી છે.

  સલમાન ખાનને મારી નાંખવાની જવાબદારી સગીરને સોંપાઇ


  9 મેના રોજ મોહાલી સ્થિત પંજાબ પોલીસ હેડ ક્વાર્ટર પર થયેલા આરપીજી હુમલામાં બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક સગીર પણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ જ સગીરને સલમાન ખાનને જાનથી મારી નાંખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

  આ પણ વાંચો : ગંદી ક્લિપ લીક થયા બાદ ભોજપુરીની આ ટૉપ એક્ટ્રેસને કામના ફાંફા, સાથે ફિલ્મ કરવા કોઇ નથી તૈયાર

  જો કે સલમાન ખાનને ટાર્ગેટ કરતા પહેલા આ તમામે રાણા હત્યાકાંડને અંજામ આપ્યો. પોલીસે જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઇ અને જગ્ગુ ભગવાનપુરિયાએ સલમાન ખાનને મારવાનું કામ બે લોકો સાથે આ સગીરને પણ સોંપ્યુ હતું.

  ગુજરાતથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ


  પોલીસના હાથે ઝડપાયેલા આ સગીરે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઇએ તેને, દીપક સૂરકપુર અને મોનૂ ડાગરને સલમાન ખાનને મારવાનું કામ સોંપ્યુ હતું. પરંતુ પછીથી સલમાન ખાનના બદલે ગેંગસ્ટર રાણા કાંડોવાલિયાને તેમનો મેઇન ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યો હતો.

  પોલીસે જણાવ્યું કે આ સગીર ઉત્તર પ્રદેશ, ફૈઝાબાદનો રહેવાસી છે. આ સગીર ઉપરાંત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અન્ય એક શખ્સની ધરપકડ કરી હતી. જેની ઓળખ અર્સદીપ સિંહ તરીકે થઇ છે. આ શખ્સને 4 ઓગસ્ટે હરિયાણામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત થવાના મામલે પોલીસે અરેસ્ટ કર્યો છે. પોલીસે આ આરોપીઓને ગુજરાતના જામનગરથી ઝડપી પાડ્યો છે અને તેને લોજિસ્ટિક સપોર્ટ કરનારા લોકલ નેટવર્ક વિશે પણ તપાસ કરી છે.

  આ પણ વાંચો :જિયા ખાનની બહેન પર પણ ગંદી નજર નાંખી ચુક્યો છે સાજિદ ખાન, એક્ટ્રેસને કહ્યું હતું- ટૉપ ઉતાર...

  અન્ય એક વ્યક્તિની હત્યામાં સામેલ હતો સગીર


  4 ઓગસ્ટ 2021 ના ​​રોજ, અમૃતસરમાં, રાણા કંડોબલિયા, જે ગેંગસ્ટર લોરેન્સની હરીફ ગેંગનો કુખ્યાત શૂટર હતો, તેણે પહેલા તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું, પછી તેઓએ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો. આ સગીર અને વધુ બે લોકો આ હત્યામાં સામેલ હતા. આ પછી, 5 એપ્રિલ 2022 ના રોજ, આ લોકોએ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હરવિંદર ઈન્દાના ઇશારે સંજય બિયાની બિલ્ડરની હત્યાને અંજામ આપ્યો. તેના બદલામાં રિંડાએ 9 લાખ મોકલ્યા હતા. 9 મેના રોજ થયેલો રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલો પણ રિંડા અને ગેંગસ્ટર લાંડા હરીના કહેવા પર કરવામાં આવ્યો હતો. તેના બદલામાં હુમલાખોરોને મોટી રકમ મળી હતી.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Actor salman khan, Bollywood Latest News, Death threat, Salman Khan Movie

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन