Video: રણવીરના મુંબઇના ઘરમાં થઇ રહી છે દીપિકાના સ્વાગતની તૈયારી

News18 Gujarati
Updated: November 16, 2018, 11:29 AM IST
Video: રણવીરના મુંબઇના ઘરમાં થઇ રહી છે દીપિકાના સ્વાગતની તૈયારી
રણવીરના ઘરને દુલ્હનની જેમ સજાવ્યું છે.

આ દરમિયાન મુંબઇમાં રણવીરના ઘરનો નજારો જોવા જેવો છે. તેના ઘરને દુલ્હનની જેમ સજાવ્યું છે.

  • Share this:
વર્ષના સૌથી મોટા લગ્ન પુરા થઇ ગયા છે. પરંતુ હજુ ઉજવણી ચાલી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ લગ્નના બંધને બંધાઇ ગયા છે. ફેન્સ તેમના ભારતમાં આગમનની રાહ જોઇ રહ્યાં છે.

18 નવેમ્બરના રોજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ભારત પરત આવી રહ્યાં છે. આ દરમિયાન મુંબઇમાં રણવીરના ઘરનો નજારો જોવા જેવો છે. તેના ઘરને દુલ્હનની જેમ સજાવ્યું છે. રણવીરના ફેન્સ ઘરની બહાર તેમની રાહ જોઇ રહ્યાં છે.

ઘરની બહાર ચારેબાજૂ ખૂબસૂરત લાઇટ્સ લગાડવામાં આવી છે. લગ્ન તો ઇટલીમાં થયા હતાં. પરંતુ ભારતમાં પણ બે અલગ અલગ જગ્યાએ પાર્ટી થશે. સૌથી પહેલા 21 નવેમ્બરના રોજ બેંગ્લૂરૂમાં રિસેપ્શન છે અને પછી 28 નવેમ્બરના મુંબઇમાં પાર્ટી હશે.તેઓ હનીમૂન પર ક્યાં અને કેટલા દિવસ જવાના છે તેની ઉત્કંઠા તેમના ચાહકોમાં ઘણી જ છે. દીપિકા અને રણવીર લાંબા સમય માટે હનીમૂન પર જાય તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે.

આ પણ વાંચો: સામે આવી રણવિર-દીપિકાના લગ્નની તસવીર, લગ્નમંડપમાં જુઓ બંનેનો અંદાજ

તેમને સાથે પસાર કરવા બહુ ઓછા દિવસો મળવાના છે. રણવીર રિસેપ્શન બાદ થોડા જ દિવસોમાં શૂટિંગમાં ચાલ્યો જશે. દીપિકા અને રણવીર બે વિધિથી લગ્ન કર્યા છે. બન્ને પોતાની કારકિર્દી પ્રત્યે ગંભીર છે તેમજ પ્રોફેશનલ વલણ અપનાવી રહ્યા છે એટલે જ કદાચ તેઓ નજીકના ભવિષ્યમાં તો સાથે ફરવા નહીં જઇ શકે.
First published: November 16, 2018
વધુ વાંચો
अगली ख़बर