ગુજરાતી કલાકારો સાથે રિલીઝ થયું 'વંદે માતરમ્' ગીત, જોયું તમે! - Video

ગુજરાતી કલાકારો સાથે રિલીઝ થયું 'વંદે માતરમ્' ગીત, જોયું તમે! - Video
ન્યુ વંદેમાતરમ ગીત રિલીઝ

જો તમે હજુ સુધી ના જોયું હોય તો જોઈલો ગુજરાતી કલાકારો સાથેનું 'વંદેમાતરમ્' ગીત અને રંગાઈ જાઓ દેશભક્તિના રંગમાં.

 • Share this:
  અમદાવાદ : 72મા પ્રજાસત્તાક દિવસે ગુજરાતી કલાકારો સાથેનું શાનદાર 'વંદેમાતરમ્' ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો દ્વારા દેશના ના એક સંદેશ આપવાના હેતુથી આ ગીત રજૂ કરવામાં આવ્યું છે, જે ગીત અખંડ દશભક્તિનો જોશ ભરી દે તેવું છે.

  આ ગીતમાં ગુજરાતના તમામ જાણીતા યુવા અભિનેતા અને અભિનેત્રીઓ સામેલ છે. તમને જણાવી દઈએ કે, આ ખાસ દેશભક્તિથી ભરપૂર પ્રસ્તુતિ જાણીતા ફિલ્મ પ્રોડયુસર મુન્ના શુકુલ અને જયેશ પટેલ દ્વારા શુકુલ મ્યુઝીકની છે. આ ‘વંદેમાતરમ’ ગીતમાં તમે જોઈ શકો છો કે, દેશની અખંડતા અને ગરિમાનું રક્ષણ કરતા તથા સરહદ પર આપણી રક્ષા કરી રહેલા આપણા બહાદુર સૈનિકોને આપણા દેશના જાગૃત નાગરિકો તરફથી તહેદીલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો - તારક મેહતામાં શું ખરેખર પરત ફરી રહ્યાં છે દયાબેન? જેઠાલાલ અને બબીતા સાથેની સેલ્ફી થઇ VIRAL

  ગણતંત્ર દિવસે રિલીઝ કરવામાં આવેલા આ 'વંદેમાતરમ્' ગીતમાં જાણીતા ગુજરાતી કલાકાર એવા મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, મિત્રા ગઢવી, મયૂર ચૌહાણ, ગૌરવ પાસવાલા, મનન દેસાઇ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ખાસ ગુજરાતી અભિનેત્રીઓમાં તર્જની ભડલા, આરોહી પટેલ, એશા કંસારા, સર્વરી જોષી અને નેત્રી ત્રિવેદી જોવા મળી રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે, કેદાર ઉપાધ્યાય અને કુશાલ ચોક્સીએ આ ગીતમાં મ્યુઝિક આપ્યું છે. તથા ગીતના ગાયક એન્ડ કંપોઝર છે આદિત્ય માધવાણી.  આ ગીત રિલીઝ થતા તેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખુબ વાયરલ થઈ રહ્યું છે. 4 કલાકમાં જ 3000 લોકો આ ગીતને જોઈ ચુક્યા છે. જો તમે હજુ સુધી ના જોયું હોય તો જોઈલો ગુજરાતી કલાકારો સાથેનું 'વંદેમાતરમ્' ગીત અને રંગાઈ જાઓ દેશભક્તિના રંગમાં.
  Published by:kiran mehta
  First published:January 26, 2021, 19:39 pm

  ટૉપ ન્યૂઝ