એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં બનતા બગડતા સંબંધોની કહાની ઘણી વખત જોવા મળે છે. એવી જ એક કહાની છે અરબાઝ ખાન અને મલાઇકા અરોરાની. 18 વર્ષનાં લગ્ન જીવન તુટવાથી તેમનાં ફેન્સનું દિલ પણ તુટ્યુ હતું. હવે આ બંને તેમનાં જીવનમાં આગળ વધી ગયા છે. જ્યાં એક તરફ અરબાઝની સાથે તેની કથિત ગર્લફ્રેન્ડ છે તો બીજી તરફ મલાઇકા અરોરાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયેલું છે. અર્જુન અને મલાઇકાનાં લગ્ન અંગે અબાઝ ખાનને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જે બાદ અરબાઝ ખુબજ ગુસ્સે થઇ ગયો હતો.
હાલમાં અબાઝ એક ઇવેન્ટમાં મીડિયા સાથે વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન તેને મલાઇકા અને અર્જુનનાં લગ્ન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. સવાલ સાંભળીને પહેલાં તો અરબાઝ ગંદી રીતે ખીજાયો હતો અને બાદમાં તેણે રિપોર્ટની મજાક ઉડાવતા કહ્યું હતું કે,'પાજી બહુત ઇન્ટેલિન્ટ સવાલ પુછા હૈ આપને.' આ માટે આપે બહુ મહેનત કરી હશે. આખી રાત આપ બેઠા હશો અને આ સવાલ મારા માટે તૈયાર કર્યો હતો. આપે આટલો સમય લીધો મને સવાલ પુછવા માટે તો મને પણ થોડો ટાઇમ આપી દો. કાલે જણાવીશ, ચાલશે?
આ નિવેદનથી સ્પષ્ટ હતું કે અરબાઝનો ગુસ્સો સાતમા આસમાને હતો પણ તેણે આખી ઘટનાને ખુબજ સમજાદરીથી પતાવી દીધી હતી. વેલ આપને ઝણાવી દઇએ કે, હાલમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામ ચર્ચાઇ રહ્યું છે વાતો છે કે આ બંને આ વર્ષે જ એપ્રિલ મહિનામાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. ગઇકાલે જ આ મામલે મલાઇકા અરોરાને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર