Home /News /entertainment /આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ પર સવાલ, NCBને રિપોર્ટ મોકલાયો

આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ પર સવાલ, NCBને રિપોર્ટ મોકલાયો

આર્યન ખાન કેસમાં તપાસ અધિકારીઓ પર સવાલ

આર્યન ખાન કેસની તપાસ દરમિયાન અન્ય કેટલાક કેસની તપાસમાં પણ ખામીઓ જોવા મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં કેટલાક લોકો સામે સિલેક્ટિવ હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આ કેસમાં NCBના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ NCBની સ્પેશિયલ વિજિલન્સ ટીમે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસનો રિપોર્ટ દિલ્હી NCB ઓફિસને મોકલી આપ્યો છે. આ સાથે આ કેસમાં ઘણી ગેરરીતિ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. તપાસમાં સામેલ અધિકારીઓની ઈરાદા પર પણ સવાલો ઉભા થયા છે. આ કેસમાં 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. કેટલાક લોકોએ 3 થી 4 વખત તેમના નિવેદન બદલ્યા પણ છે.

આ પણ વાંચો: એક વર્ષ પછી આર્યન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો, શાહરૂખે ફોટોઝ પર કમેન્ટ કરી

આર્યન ખાન કેસની તપાસ દરમિયાન અન્ય કેટલાક કેસની તપાસમાં પણ ખામીઓ જોવા મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. તપાસમાં કેટલાક લોકો સામે સિલેક્ટિવ હોવાનો મામલો પણ સામે આવ્યો છે. આ કેસમાં NCBના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે, જેના માટે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. જેઓ NCBની બહાર છે તેમની સામે કાર્યવાહી કરવા વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવામાં આવી છે.

શું હતી ઘટના:

જણાવી દઈએ કે, મુંબઈ ક્રૂઝ કેસમાં NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે. આ પછી સરકારે આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આર્યન ખાન ગયા વર્ષે 2 ઓક્ટોબરે ક્રૂઝ પર દરોડા દરમિયાન પકડાયો હતો અને 22 દિવસ જેલમાં વિતાવ્યા બાદ તેને જામીન મળી ગયા હતા.
First published:

Tags: Aryan Khan Drugs Case, NCB Latest News, મુંબઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો