Home /News /entertainment /Renuka Shahane B’day: 4 વર્ષ નાના આશુતોષ રાણાથી કર્યા લગ્ન, એક્ટિંગ બાદ ડિરેક્શનમાં પણ કમાલ દેખાડી
Renuka Shahane B’day: 4 વર્ષ નાના આશુતોષ રાણાથી કર્યા લગ્ન, એક્ટિંગ બાદ ડિરેક્શનમાં પણ કમાલ દેખાડી
રેણુકા શહાણે અને આશુતોષ રાણાની લવ સ્ટોરી ફિલ્મી સ્ટોરીથી કમ નથી
રેણુકા શહાણે (Renuka Shahane)ને 1994માં મરાઠી ફિલ્મ ‘અબોલી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત રેણુકા શહાણેએ ‘કોરા કાગઝ’ સિરિયલમાં પણ લીડ રોલ કર્યો હતો જે દર્શકોને ઘણી પસંદ આવી હતી.
અભિનેત્રી રેણુકા શહાણે (Renuka Shahane) આજે પોતાનો 55મો જન્મદિન મનાવી રહી છે. રેણુકા શહાણેને સલમાન ખાન (Salman Khan) અને માધુરી દિક્ષિત (Madhuri Dixit) સ્ટારર અને સૂરજ બરજાત્યા (Sooraj Barjatya) નિર્દેશિત ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ (Hum Aapke Hain Kaun)થી લોકપ્રિયતા મળી હતી. રેણુકા શહાણેએ મરાઠી ફિલ્મોથી પોતાની કારકિર્દી શરુ કરી હતી પણ હિન્દી સિનેમામાં પણ તેમણે અભિનયના દમ પર પોતાની ઓળખ બનાવી. તેઓ ડિરેક્શન ક્ષેત્રે પણ કમાલ દેખાડી ચૂક્યા છે. તેમના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘ત્રિભંગ’ ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાજોલના પત્રને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.
રેણુકા શહાણેને 1994માં મરાઠી ફિલ્મ ‘અબોલી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ સોશ્યલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે અને કોઈ પણ બાબતે પોતાનું મંતવ્ય આપતાં ખચકાતા નથી. ફિલ્મો ઉપરાંત રેણુકા શહાણેએ ‘કોરા કાગઝ’ સિરિયલમાં પણ લીડ રોલ કર્યો હતો જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ સિરીઝનું નિર્દેશન આશા પારેખે કર્યું હતું.
રેણુકા પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તેઓ આશુતોષ રાણા સાથેની લવ સ્ટોરીને લઈને પણ ચર્ચામાં રહે છે. ‘સંઘર્ષ’ ફેમ આશુતોષ રાણા અને રેણુકા શહાણેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે રેણુકા શહાણેએ પહેલાં મરાઠી થિએટરના ડિરેક્ટર વિજય કેનકરેથી લગ્ન કર્યા હતા, પણ બંનેનો સંબંધ લાંબો સમય ટકી ન શક્યો અને બંને અલગ થઈ ગયા.
આશુતોષ રાણાથી રેણુકા શહાણેની પ્રથમ મુલાકાત ફિલ્મમેકર હંસલ મહેતાની એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન થઈ હતી. આશુતોષ રાણાએ પહેલી જ મુલાકાતમાં રેણુકા શહાણેને જણાવી દીધું હતું કે તેઓ રેણુકાના બહુ મોટા પ્રશંસક છે અને પહેલી નજરમાં જ તેને દિલ દઈ બેઠાં. તો બીજી તરફ રેણુકા આશુતોષ રાણાને ખાસ ઓળખતા ન હતા. તેઓ એ સમયે વધુ પોપ્યુલર ન હતા.
બંનેની પહેલી મુલાકાત ફક્ત એક પ્રોજેક્ટ માટે થઈ હતી. જોકે, તેમણે એકબીજાના નંબર એક્સચેન્જ કરી લીધા. આશુતોષ રાણાએ રેણુકા શહાણેને દિવાળીની શુભકામનાઓ આપવા ફોન કર્યો, પણ બંનેની વાત ન થઈ શકી. બીજા દિવસે રેણુકાએ એમને કોલ બેક કર્યો અને અહીંથી બંનેની મિત્રતા શરુ થઈ.
છેવટે બંને એકબીજાથી ફોન પર કનેક્ટેડ રહ્યા અને મહિનાઓ બાદ મળ્યા. આશુતોષ રાણાએ પોતાના મિજાજથી રેણુકાને ઈમ્પ્રેસ કરી દીધા. 2001માં બંનેએ લગ્ન કર્યા અને આજે પણ એકબીજાની પડખે ઊભા છે. તેમના દીકરાનું નામ શૌર્યમાન અને સત્યેન્દ્ર છે.