મુંબઇ:કંગના રનૌટે તેની અદાકારીથી લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તેણે દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેની દમદાર અને પ્રભાવશાળી એક્ટિંગને કારણે તેને ત્રણ ત્રણ વખત નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. પણ હવે તેનાં ખાતામાં એક મોટી ઉપલબ્ધિ જોડાવવા જઇ રહી છે. આ ઉપલબ્ધી આંતરરાષ્ટ્રિય સ્તરની છે.
કંગના રનૌટ ખુબ જલદી જ એક આંતર્રાષ્ટ્રિય કાર્યક્રમમાં અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા અને મશહુર હોસ્ટ અને એક્ટ્રેસ ઓપરા વિનફ્રેની સાથે મંચ શેર કરશે. કંગના ન્યૂ જર્સીમાં થનારા ગાંધી ગોઇંગ ગ્લોબલ નામનાં કાર્યક્રમનો ભાગ લેવા જઇ રહી છે. કંગના અહીં ગાંધીજીનાં વ્યક્તિત્વ પર તેનાં વિચાર રજૂ કરશે. આ ઇવેન્ટ અંગે તેનું કહેવું છે કે,મને ખુબજ ખુશી છે કે મને આ તક મળી છે.
કંગનાનાં જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક જ સમયમાં તેની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી' અને બાલાજીની ફિલ્મ 'મેન્ટ હે ક્યા' આવી રહી છે. મેન્ટ હૈ ક્યા?માં તે ફરી એક વખત રાજકુમાર રાવ સાથે નજર આવશે. આ પહેલાં બંનેએ ક્વિન મૂવી સાથે કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર