Home /News /entertainment /રાત્રે 3.30 વાગ્યે સલમાનને મળવા પહોંચ્યો રેમો ડિસૂઝા, શું હતું કારણ?

રાત્રે 3.30 વાગ્યે સલમાનને મળવા પહોંચ્યો રેમો ડિસૂઝા, શું હતું કારણ?

સલમાન અને રેમો વચ્ચે હવે પાછી મિત્રતા બંધાતી હોય તેવું લાગી રહ્યું છે.

સલમાન ખાન અને રેમો ડિસૂઝા વચ્ચે ફિલ્મ 'રેસ 3'ને લઇને ખટરાગ શરૂ થયો હતો

  ન્યૂઝ18 ગુજરાતી: સલમાન ખાન અને રેમો ડિસૂઝા વચ્ચે ફિલ્મ 'રેસ 3'ને લઇને ખટરાગ શરૂ થયો હતો. કહેવાય છે કે, સલમાન અને રેમો વચ્ચે ફિલ્મના કેટલાક સીન્સને લઇને કચકચ થઇ હતી. ફિલ્મ પછી તેઓ એક-બીજા સાથે વાત નહોતા કરતાં, પરંતુ હવે બન્ને સાથે જોડાયેલી એક વાત સામે આવી છે.

  સલમાન અને રેમો વચ્ચે હવે પાછી મિત્રતા બંધાતી હોય તેવું લાગી રહ્યું છે. આની ક્રેડિટ વરુણ ધવનને જાય છે. હાલમાં સલમાન ખાન તેની ફિલ્મ 'ભારત' અને રેમો ડિસૂઝા ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3'ની શૂટિંગ કરી રહ્યો છે. બન્ને ફિલ્મના સેટ મુંબઇની ફિલ્મ સિટીમાં ઊભા કરવામાં આવ્યા છે. રેમો શૂટિંગ વચ્ચે સમય કાઢી 'ભારત'ના સેટ પર સલમાનને મળવા ગયો હતો. પરંતુ સલમાન વ્યસ્ત હતો. તેણે રેમોને રાત્રે ઘરે આવવા આમંત્રિત કર્યો હતો. જે બાદ રેમો રાત્રે લગભગ 3.30 કલાકે સલમાનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.

  આ પણ વાંચો: રાહુલની પણ બની રહી છે બાયોપિક, નામ હશે 'માય નેમ ઈઝ રા ગા', જુઓ - Teaser

  એવું કહેવાય છે કે, સલમાન અને રેમો ડિસૂઝા વચ્ચે સમાધાન કરાવવામાં વરુણ ધવનનો હાથ છે. વરુણ ધવન, સલમાન અને રેમો ડિસૂઝા બન્નેની નિકટ છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Meet, Remo dsouza, સલમાન ખાન

  विज्ञापन
  विज्ञापन