એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડીસૂઝા (Remo D'Souza) હાલમાં મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ હોસ્પિલમાં દાખલ છે. તેને શુક્રવારનાં હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને અહીં ICUમાં તેનું ઇલાજ ચાલતું હતું. રેમોની તબિયતની ખબર સામે આવ્યા બાદ તેનાં ફેન્સ તેનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ માંગવા લાગ્યા હતાં. એવામાં હવે રેમોનાં ફેન્સ માટે એક સારા સમાચાર છે. રેમોનાં નિકટનાં મિત્ર અને એક્ટર આમિર અલી (Aamir Ali)એ રેમોની હોસ્પિટલમાંથી એક તસવીર શેર કરી છે.
રેમોની તબિયત હવે સારી છે અને બની શકે છે કે તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા મળી જાય. એક્ટર આમિર અલી રેમોને હોસ્પિટલમાં દાખલ થતા સમયથી જ તેની સાથે નજર આવી રહ્યો છે. એવામાં હવે આમિરે હોસ્પિટલથી રેમો સાથેનાં ત્રણ ફોટો શેર કર્યાં છે જેમાં રેમોનો ચહેરો ભલે નજર નથી આવતો પણ તે સ્પષ્ટ દેખાય છે કે રેમો હવે સ્વસ્થ છે. અને તેને ગમે ત્યારે હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. આ તસવીર શેર કરતાં જ આમિરે લખ્યું છે કે, 'મારો ભાઇ ફરીથી આવી રહ્યો છે..'
રેમોની પત્નીએ શેર કરેલાં વીડિયોઝમાં એક રેમોનો પણ વીડિયો છે. હાર્ટ એટેકમાંથી ઠીક થયા બાદ રેમોનો આ પહેલો વીડિયો તેની પત્ની લિઝૈલ ડિસૂઝાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મ્યઝિકનો અવાજ આવી રહ્યો છે. અને તે મ્યૂઝિક પર રેમો તેનાં પગ થિરકાવતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં ફક્ત રેમોનાં પગ જ નજર આવી રહ્યાં છે રેમોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો- રિતિક રોશન માટે કંગનાએ કર્યુ ટ્વિટ, 'ક્યાં સુધી રડીશ એક નાનકડા અફેર માટે..'
રેમોને હાર્ટએટેક આવ્યા બાદ તેની પત્ની લિઝૈલે જણાવ્યું હતું કે, રેમોનો હાર્ટ એટેક પરિવાર માટે કોઇ આધાતથી કમ નથી. તેને કોઇ બ્લડ પ્રેશર કે કોઇ અન્ય પણ બીમારીની હિસ્ટ્રી ન હતી. તો રેસ 3નાં પ્રોડ્યૂસર રમેશ તૈરાનીએ જણાવ્યું કે, 'મે રેમોની પત્ની સાથે વાત કરી છે. એક સ્ટેંટ લગાવ્યું છે, (એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.) હવે તે સ્થિર છે.'
Published by:Margi Pandya
First published:December 15, 2020, 10:13 am