Home /News /entertainment /

કોરિયોગ્રાફર Remo Dsouza ના સાળા Jason Watkins નું મોત, 'ક્યો? ... મે તુમ્હે કભી માફ નહીં કરૂંગી'

કોરિયોગ્રાફર Remo Dsouza ના સાળા Jason Watkins નું મોત, 'ક્યો? ... મે તુમ્હે કભી માફ નહીં કરૂંગી'

રેમો ડિસોઝાના સાળાનું મોત

Remo Dsouza brother in law Jason Watkins Death : જેસન (Jason Watkins) ની બહેન અને રેમો (Remo Dsouza) ની પત્ની લિઝેલ ડિસોઝા (lizelle dsouza) એ સોશિયલ મીડિયા પર ફોટો સાથે પોસ્ટ શેર કરીને લખ્યું...

    Remo Dsouza brother in law Jason Watkins Death : કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા (Remo Dsouza) ના સાળા જેસન વોટકિન્સ (Jason Watkins) ના મોતના સમાચાર સામે આવતા ખળભળાટ. જેસન વોટકિન્સ મિલ્લત નગર સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો છે. જેસનની બહેન અને રેમોની પત્ની લિઝેલ ડિસોઝા (lizelle dsouza) એ સોશિયલ મીડિયા પર ફોટો સાથે પોસ્ટ શેર કરીને લખ્યું, 'ક્યો??????? તુમ મેરે સાથ ઐસા કેસે કર સકતે હો. મે તુમ્હે કભી માફ નહીં કરૂંગી.'

    ETimes ના અહેવાલ મુજબ, પરિવારના એક નજીકના મિત્રએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. એક તબીબી અધિકારીએ ETimes ને જણાવ્યું કે, લિઝેલ ડિસોઝાના ભાઈ જેસન વોટકિન્સને કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તો, ઓશિવરા પોલીસ આ મામલે જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે.

    લિજેલ ડિસોઝાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા મૂક્યા છે, જેમાં તે તેના ભાઈ સાથે જોવા મળી રહી છે. પ્રથમ તસવીરમાં લિઝેલે લખ્યું, 'કેમ??????? તમે મારી સાથે આ કેવી રીતે કરી શકો. હું તને ક્યારેય માફ નહીં કરું.' બીજી તસવીર બાળપણની છે અને તેમાં લખ્યું છે. શા માટે. ત્રીજી ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે, 'આઈ એમ સોરી મોમ, આઈ ફેલ્ડ યૂ.'



    રેમો ડિસોઝા અને લિઝેલ હાલમાં ગોવામાં છે જ્યાં તેઓ એક લગ્નમાં હાજરી આપવા ગયા છે. પાંચ કલાક પહેલા લિઝેલે રેમો સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બંને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આ સાથે લિઝેલ ત્યાંથી સતત ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરતી હતી. તમને જણાવી દઈએ કે, જેસન વોટકિન્સ ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા. તેણે રેમો ડિસોઝાના તમામ પ્રોજેક્ટ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

    આ પણ વાંચોHunarbaaz : ભારતી સિંહે પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર ગણાવી, કહ્યું- 'એક ફીમાં 2 લોકો કરી રહ્યા નોકરી'

    તમને જણાવી દઈએ કે, રેમોએ કોરિયોગ્રાફીની સાથે ઘણી ફિલ્મો પણ બનાવી છે. તેમાં 'ABCD: Any Body Can Dance' (2013), 'ABCD 2 (2015) અને 'રેસ 3' (2018) 'સ્ટ્રીટ ડાન્સર 3D' છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Remo dsouza

    આગામી સમાચાર