Home /News /entertainment /ખરાબ દિવસોને યાદ કરીને મનોજ બાજપેયીએ કહ્યું કે, '30 વર્ષ પહેલા પણ હું ખરાબ એક્ટર ન હતો'

ખરાબ દિવસોને યાદ કરીને મનોજ બાજપેયીએ કહ્યું કે, '30 વર્ષ પહેલા પણ હું ખરાબ એક્ટર ન હતો'

મનોજ બાયપેયીએ પોતાની એક્ટિંગ વિશે દમદાર વાત કરી

પોતાની નિષ્ફળતાઓના દિવસોને યાદ કરીને બોલિવૂડના વર્સટાઈલ એક્ટર મનોજ બાજપેયીએ કહ્યું છે કે, જ્યારે હું અસફળ હતો ત્યારે પણ ખરાબ એક્ટર ન હતો. મનોજ બાજપેયી હાલમાં જ અર્થ કલ્ચરલ ફેસ્ટમાં હાજરી આપવા આવ્યા હતા.

Manoj Bajpayee Gulmohar:  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપેયી બોલિવૂડના વર્સટાઈલ કલાકારોમાંના એક છે. મનોજ બાજપેયી છેલ્લા કેટલાક સમયથી OTT પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 'ધ ફેમિલી મેન' સિરીઝના હિટ બાદ હવે મનોજ બાજપેયી 'ગુલમહોર'ને લઈને ચર્ચામાં છે.

મનોજ બાજપેયીની જોરદાર એક્ટિંગના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. જોકે, અર્થ કલ્ચરલ ફેસ્ટમાં હાજરી આપવા આવેલા મનોજ બાજપેયીએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે, કેવી રીતે તેણે પોતાની જાતને સંભાળી અને મુશ્કેલ સમયમાં પણ કેવી રીતે સફળતા મેળવી.

હું 30 વર્ષ પહેલાં એ જ અભિનેતા હતો

રસપ્રદ વાત એ છે કે, મનોજ બાજપેયીએ કહ્યું હતું કે ' હું મારા અભિનયની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં પણ નિષ્ફળ ગયો હતો. પરંતુ તેઓ ખરાબ અભિનેતા તો નથી જ, તેથી, અસફળતા તમને ક્યારેય ડિફાઈન નથી કરતી. તેવી જ રીતે, સફળતા પણ તમને વ્યાખ્યાયિત કરતી નથી. મનોજ બાજપેયી 30 વર્ષ પહેલા પણ એક્ટર હતા અને આજે પણ એ જ એક્ટર છે.

આ પણ વાંચો : આલિયાના ગાઉનની કિંમત જાણીને તમને પણ આવી જશે ચક્કર, આટલી પ્રાઈસમાં આવી જશે iPhone 14

મનોજ બાજપેયીએ કહ્યું કે, 'જ્યારે હું અસફળ હતો ત્યારે પણ હું ખરાબ એક્ટર નહોતો. બજાર અને વ્યાપારી દૃષ્ટિકોણથી, હું નિષ્ફળ ગયો હતો, પરંતુ, હું જે કામ કરી રહ્યો હતો તે મારી દૃષ્ટિએ નિષ્ફળ ન હતો. મને ખબર હતી - મને તક મળશે અને હું પાછો આવીશ.

મનોજ બાજપેયી ફિલ્મ ગુલમોહરમાં જોવા મળશે

હાલના દિવસોમાં મનોજ બાજપેયીની ફિલ્મ 'ગુલમોહર'ની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું દમદાર ટ્રેલર અને ગીતો ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ ફિલ્મમાં પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર અને અમોલ પાલેકર, સિમરન બગ્ગા અને અન્ય ઘણા કલાકારો છે. આ ઉપરાંત મનોજ બાજપેયી ફેમિલી મેનની ત્રીજી સીઝન સાથે ટૂંક સમયમાં OTT પર પરત ફરવા જઈ રહ્યાં છે.
First published:

Tags: Bollywood actor, Manoj bajpayee, OTT Platforms